રાજકોટ: જેતપુરના નવાગઢ વિસ્તારમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે કોરોના મહામારી દરમિયાન પણ સ્કૂલ શરૂ રાખી છે. ABVPના ગુજરાત પ્રદેશ મહામંત્રી ફી નહીં ઉઘરાવવા મુદ્દે આ સ્કૂલમાં રજૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ હોવાનું સામે આવ્યુ હતું.
ABVP દ્વારા જયારે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે, અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ભગાડી દેવામાં આવ્યા હતા. સ્કૂલના ગ્રાઉન્ડમાંથી ભાગી રહેલા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થઇ ગયા હતા.