ETV Bharat / city

રાજકોટમાં પરપ્રાંતીય મજૂર માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે

author img

By

Published : May 4, 2020, 11:34 AM IST

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, રાજ્યના અન્ય શહેરની જેમ રાજકોટમાંથી પણ પરપ્રાંતીયોને વિશેષ ટ્રેન મારફતે પોતાના વતનમાં મોકવામાં આવશે.

ETV BHARAT
રાજકોટમાં પરપ્રાંતીય મજૂર માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે

રાજકોટઃ શહેરમાં રવિવારે આજીડેમ અને ગોંડલ ચોકડી વચ્ચે 80 ફૂટ રોડ પર અંદાજીત 1 હજાર જેટલા પરપ્રાંતીયો ભેગા થઈ ગયા હતા અને રસ્તાને ચક્કાજામ કર્યો હતો. તેમની માગ હતી કે, તમને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ સાથે જ પરપ્રાંતીયોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેમને લોકડાઉનના કારણે અહીં ભોજન પણ મળતું નથી. જેને લઈને તેમને પોતાના વતનમાં જવા દેવામાં આવે.

રવિવારે થયેલા હોબાળા બાદ તાત્કાલિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેમને વતન મોકલવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. જો કે, આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પણ જણાવાયું છે કે, રાજ્યના અન્ય શહેરની જેમ રાજકોટમાંથી પણ પરપ્રાંતીયોને વિશેષ ટ્રેન મારફતે પોતાના વતનમાં મોકવામાં આવશે. આ વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી પરપ્રાંતીયો ધૈર્ય રાખે, તેમના માટે હાલ આવશ્યક તમામ સુવિધાઓ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજકોટના વિવિધ વિસ્તારમાં રહેતા મોટાભાગના પરપ્રાંતીયો એકઠા થઈને રાજકોટના રસ્તાઓ પર ઉતરી ગયા હતા. જેને લઈને રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક પરપ્રાંતીયોને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.