રાજકોટ : વર્તમાન સમય ઉનાળામાં દેશમાં એક બાજુ જ્યારે વીજળીની અછત વર્તાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા દૂધ સંઘ (Rajkot District Cooperative Milk) દ્વારા સુર્યશકિતનો સદ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા 1.80 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ (Solar Plant Install in Rajkot) કરવામાં આવ્યો છે. જેને લઈને પશુપાલકોને ફાયદો થશે અને નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડેરીનો વહીવટ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા સોલાર પ્લાન્ટ કાર્યરત કરીને વર્ષે રૂપિયા 70 લાખની બચત કરવામાં આવશે તેવું રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : આણંદ બાદ રાજકોટમાં Amul, 135 એકરમાં નિર્માણ કરાશે
ડેરીને દૈનિક ફાયદો - આ અંગે રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધન ધામેલિયાએ (Rajkot District Milk Union Chairman) જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ થકી હાલમાં ડેરીને દૈનિક રૂપિયા 18 થી 20 હજાર રૂપિયાનો ફાયદો થાય છે. જેથી આ ખર્ચ 2 કરોડથી વધુનો હતો, પરંતુ ઓનલાઇન ટેન્ડર મંગાવીને 1.80 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. જેથી પશુપાલકોથી લઈને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વર્ગને ફાયદો થશે.
![રાજકોટ જિલ્લા દૂધ સંઘ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15261803_milk1.jpg)
આ પણ વાંચો : બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં મર્યાદિત લોકોની હાજરીમાં ફિઝિકલ અને વીડિયો કોન્ફરન્સથી સુનાવણી શરૂ કરાશે
વીજ બિલને લઈને શું કહ્યું - સમગ્ર બાબતે વધુમાં રાજકોટ જિલ્લા દૂધ સંઘના (Rajkot Jilla Dudh Sangh) ચેરમેન ગોરધન ધામેલિયાએ જણાવ્યું હતું કે, ડેરી પાસે રહેલી અગાસીનો ઉપયોગ કરીને 495 KVA નો સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. જેના દ્વારા વીજ બિલમાં રૂપિયા 70 લાખની બચત થશે અને 2000 યુનિટના વીજ ઉપયોગનું બિલ નહીં ચૂકવવું પડે. જેથી આગામી દિવસોમાં વીજળીનો ખર્ચ નહીં વધે, ત્યારે મહત્વનું છે કે સોલાર પ્લાન્ટ માટે 1.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં આ ફાયદો ખાસ કરીને પશુપાલકોને થશે તેવું પણ તેમને જણાવ્યું હતું.
![સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15261803_milk2.jpg)