- મહાનગરપાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા ખાસ કામગીરી કરાઈ
- આરોગ્ય શાખા દ્વારા 1 વર્ષમાં 6.19 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં
- શહેરમાં 264 એક્ટિવ કેસ
રાજકોટ: સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને કોરોનાના નિયંત્રણ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ 1 વર્ષમાં 15 લાખની વસ્તીને ધ્યાનમાં રાખીને 9 રાઉન્ડમાં કોરોના સંદર્ભે સર્વે કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું
અત્યાર સુધીમાં 9 રાઉન્ડમાં સર્વે કરવામાં આવ્યો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.વાંઝાએ જણાવ્યું હતું કે, મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેરમાં હેલ્થ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી અત્યાર સુધીમાં 9 રાઉન્ડમાં સર્વે કરવામાં આવ્યો હતો. સાથે ત્રણેય ઝોનમાં કુલ 21 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ દ્વારા કોરોના સંબંધી કામગીરી સુપેરે પાર પાડવામાં આવી છે. આ સંદર્ભે મહાનગરપાલિકા કચેરી ખાતે વોર રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં શહેરમાં કુલ 16,986 કેસ નોંધાયા
શહેરમાં તારિખ 16 માર્ચ સુધીમાં કુલ 16,986 કેસ નોંધાયા છે. જે પૈકી 264 એક્ટિવ કેસ છે. તેમજ 16,549થી વધુ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. 6,19,313 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ 48 ધન્વંતરી રથ, 36 ટેસ્ટીંગ બુથ, 20 સંજીવની રથ અને 12 જેટલી 104 હેલ્પલાઇન વાન કાર્યરત છે.