- રાજકોટમાં લોકોની ખાવાની આદતને લઈને કરવામાં આવ્યો સર્વે
- લોકો પોતાના વજનને લઈને વધુ ચિંતીત
- 621 લોકોનો જેમાં 321 સ્ત્રીઓ અને 300 પુરૂષોનો સર્વે
રાજકોટ: ભોજન અરુચિ એક એવો મનોદૈહિક રોગ છે કે જેમાં રોગીને ભૂખ લાગતી નથી. આ વિકૃતિમાં રોગીના શરીરનું વજન ધીરે ધીરે ઓછું થવા લાગે છે અને અન્ય કોઈ શારીરિક રોગ વિના જ રોગીમાં ભૂખની ખામી જોવા મળે છે. આ રોગ સ્ત્રી કે પુરુષોમાં કોનામાં વધુ જોવા મળે છે એ જોવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની વરુ જિજ્ઞાએ ડો.ધારા આર.દોશીના માર્ગદર્શન નીચે ગુગલફોર્મના માધ્યમ દ્વારા 621 લોકોનો જેમાં 321 સ્ત્રીઓ અને 300 પુરૂષો હતા. જેનો સર્વે કર્યો જેમાં જોવા મળ્યું કે આ રોગ ઓછી ઉંમરની સ્ત્રીઓમાં ખાસ કરીને 15 થી 32 વર્ષની સ્ત્રીઓમાં વધારે થતો જોવા મળે છે અને તેના કેટલાક લક્ષણો જેમ કે માસિક ધર્મનું અનિયમિત થવું. અથવા તેમાં ગડબડ થવી , હદયની ધીમી ગતિ તથા અન્ય ચયાપચયની ગડબડ મુખ્ય હોય છે.
સર્વેમાં પુછાયેલ પ્રશ્નો
1) શુ તમને વારંવાર કશું ખાવાનું મન થયા કરે છે?
69.1% ભાઈઓએ હા જણાવ્યું
30.9% બહેનોએ હા જણાવ્યું
2) શું તમને ભૂખ ન લાગતી હોય એવું અનુભવાય છે?
67% બહેનોએ હા જણાવ્યું
32.7% ભાઈઓએ હા જણાવ્યું
3) જ્યારે તમે વધુ પડતું ભોજન લો છો ત્યારે શું તમને શરીર વધી જવાનો ભય અને પસ્તાવો થાય છે?
60% બહેનોએ હા જણાવ્યું
40% પુરુષોએ હા જણાવ્યું
4) શું તમે વધુ વજનથી ગભરાઇ ગયા છો?
63.6% બહેનોએ હા જણાવ્યું
36.4% ભાઈઓએ હા જણાવ્યું
5) તમારું વજન વધી જશે એ બીકથી તમે ઘણો ખોરાક લેવાનું પસંદ કરતાં નથી?
74.5% બહેનોએ હા જણાવ્યું
25.5% પુરુષોએ હા જણાવ્યું
6) જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે પણ વજન વધી જશે એ ભયથી શુ તમે ખાવાનું ટાળો છો?
80% બહેનોએ હા જણાવ્યું
20% પુરુષોએ હા જણાવ્યું
7) શું વજન વધારવાનું ટાળવા તમે ક્યારેય ખોટી ઊલટીઓ કરી ભોજન બહાર કાઢ્યું છે?
90% બહેનોએ હા જણાવ્યું
10% ભાઈઓએ હા જણાવ્યું
8) શું તમારી લાગણીઓ તમારી ખાવાની ટેવને અસર કરે છે?
58.2% એ સ્ત્રીઓએ હા જણાવ્યું
41.8% ભાઈઓએ હા જણાવ્યું
9) સ્ત્રીઓ પોતાના દેખાવ અને સુંદરતા માટે ભોજન નું પ્રમાણ ઓછું કરે છે?
83.6% સ્ત્રીઓ એ હા જણાવ્યું
16.4%એ ના જણાવ્યું
10) નક્કી કરેલ વસ્તુઓ જ તમારા ભોજનમાં લો છો?
74.5% સ્ત્રીઓએ હા જણાવ્યું
25.5% ભાઈઓએ હા જણાવ્યું
11) વજન વધી જવાના ભયથી ગમતું ભોજન પણ ક્યારેય છોડી દીધું છે?
81.8% સ્ત્રીઓએ હા જણાવ્યું
18.2% ભાઈઓએ હા જણાવ્યું
12) તમારા આવેગોની અસર તમારા ભોજન પર થાય છે?
72.7% સ્ત્રીઓએ હા જણાવ્યું
28.3% ભાઈઓએ હા જણાવ્યું
13) તમે શું અનુભવો છો?
63.6% એ કહ્યું વધુ વજન વધુ જશે એ ભયથી ખાવાનું ટાળવું,
21.8% એ કહ્યું બહુ દુબળા છીએ એવું લાગવું,
14.5% ગમતું ભોજન લઈ લેવું
આ પણ વાંચો : Survey OF Saurashtra University : આ લોકોને થાય છે કોરોનાની વધુ અસર
કારણો
- ભોજન અરુચિની શરૂઆત તે બાળકો કે વ્યક્તિઓમાં વધારે વિકસિત થાય છે જેમને માતા દ્વારા વધુ સુરક્ષા મળી હોય છે.
- ભોજન અરુચિમાં કેટલાક એવા કેસ મળ્યા છે જેમાં જોવા મળ્યું છે કે રોગીના ઘરમાં અમુક વિશેષ અયોગ્ય તત્વો જેમ કે દીકરા તથા દીકરી વચ્ચે દ્વેષભાવ વગેરે જોવા મળે છે.
- જાતીય સમાયોજનમાં ખામી તથા કુંઠિત સ્વભાવને લીધે પણ ભોજન અરુચિની વિકૃતિ ઉત્પન્ન થાય છે.
- ખાસ કરીને સ્ત્રીઓ વધુ વજન વધી જશે તો કોઈ પસંદ નહિ કરે એ ભયથી દુબળા રહેવા આ વિકૃતિ વિકસિત કરી લે છે.
- ટીવી અને સિરિયલના લોકોને પોતાના રોલ મોડેલ માની એ પ્રમાણેનું ફિગર રાખવામાં ઓવર ડાયેટિંગ કરી આ વિકૃતિ વિકસિત કરી લે છે.
- સ્ત્રીઓ તણાવનું વ્યવસ્થાપન ન કરી શકે, આવેગશીલ બને ત્યારે પણ ભોજન અરુચિ ઉતપન્ન થઈ શકે.
- અનિયમિત વિચારો, અયોગ્ય નિર્ણય, અણગમતી પરિસ્થિતિમાં સમાયોજન ન થઈ શકે ત્યારે ભોજન અરુચિ થઈ શકે.