- પૂર્વ વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો
- 2007થી 2020 સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ
- પ્રોફેસરે તમામ આરોપો ફગાવ્યા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ફરી વખત વિવાદોમાં સપડાઈ છે, જેમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પૂર્વ વિદ્યાર્થિની દ્વારા યુનિવર્સિટીમાં કાયદા ભવનના હેડ (Head of Law Building at the University) દ્વારા પોતાના પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. વિદ્યાર્થિની દ્વારા ફરી યુનિવર્સિટીના પ્રોફેસર વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લગાડવામાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.
2007થી 2020 સુધી પ્રોફેસર દ્વારા દુષ્કર્મ
વિદ્યાર્થિની દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેની સાથે વર્ષ 2007થી 2020 સુધી પ્રોફેસર આંનદ ચૌહાણ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર મામલે વિદ્યાર્થિની દ્વારા લેખિક રજૂઆત પણ કરવામાં આવી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
વર્ષ 2007થી મારુ શોષણ કરવામાં આવ્યું: વિદ્યાર્થિની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે વિદ્યાર્થિની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, 'વર્ષ 2007થી 2020 સુધી મારુ શોષણ કરવામાં આવ્યું છે, જ્યારે આનંદ ચૌહાણ યુનિવર્સિટીમાં કાયદા ભવનમાં મારા સિનિયર તરીકે હતા તે દરમિયાન મારી સાથે તેમણે દુષ્કર્મ આચર્યું હતું. આનંદ ચૌહાણે મને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે કોઓપરેટ કરવાનું કહ્યું હતું અને અને હું જો તેમ કરું તો જ મને તેઓ PHD માટે આગળ વધવા દેશે તેવું જણાવ્યું હતું.'
એક વર્ષ અગાઉ કુલપતિને કરી હતી રૂબરૂ રજૂઆત
જ્યારે પીડિત વિદ્યાર્થિની દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, 'ગત વર્ષે મારે PHDની પ્રવેશ પરીક્ષામાં 3 માર્ક્સ ઘટતા હતા ત્યારે પણ હું અને મારા-પિતા યુનિવર્સિટીમાં કુલપતિને મળવા ગયા હતા અને મેં કુલપતિને આનંદ ચૌહાણ મામલે સમગ્ર હકીકત જણાવીને ન્યાય આપવાની માંગણી કરી હતી. જ્યારે તે સમયે પણ યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. જ્યારે આ વર્ષે પણ મારે PHDની પ્રવેશ પરીક્ષામાં 12 માર્ક ઘટે છે, જે કૃપાગુણ તરીકે આપવા માટે મેં કુલપતિને લેખિક રજૂઆત કરી છે. તેમજ મારી સાથે બનેલા બનાવ અંગે પણ જણાવ્યું છે.'
પ્રોફેસર આંનદ ચૌહાણ દ્વારા આક્ષેપો ફગાવાયા
કાયદા ભવનના હેડ એવા આનંદ ચૌહાણ વિરુદ્ધ પૂર્વ વિદ્યાર્થિની દ્વારા દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવતા તેમણે આ આરોપો નકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'વર્ષ 2016માં યુનિવર્સિટીમાં મારી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક થઈ છે. હું જ્યારથી અહીં આવ્યો છું ત્યારથી મેં આ વિદ્યાર્થિનીને અહીં ભણતા જોઈ નથી. આ વિદ્યાર્થિની PHDની પરીક્ષામાં પાસ ન થતા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે.' આ સમગ્ર મામલે રજિસ્ટાર નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, પ્રોફેસરનો ખુલાસો માંગવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટમાં દિવાળી પહેલા ગુનેગારો સામે પોલીસની લાલ આંખ, પોલીસે મુખ્ય બજારોમાં ગુનેગારોના પોસ્ટર લગાવ્યા
આ પણ વાંચો: જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવા સામે PMO એક્શનમાં: રિપોર્ટ મંગાવ્યા