રાજકોટઃ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસીયેશન (સોમા)ના હોદ્દેદારોની અટકી પડેલી ચૂંટણી નવેસરથી કરવાનો હુકમ સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જ એસોસિએટ સભ્યોને સોમાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
![સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની ચૂંટણી ફરી યોજાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-soma-election-av-7202740_28062020140147_2806f_1593333107_54.jpg)
આ સમગ્ર મામલે ચેરિટી કમિશનરે આપેલ ચુકાદામાં નવી કારોબારી આવે નહિ ત્યાં સુધી સોમાને લાંબા ગાળે અસરકર્તા બને તેવા કોઈ નિર્ણય કે ખર્ચ પ્રમુખ કે કારોબારી હાલ કરી શકશે નહીં, ઉલ્લેખનીય છે કે, સોમાના વર્તમાન પ્રમુખ દ્વારા કરવામાં આવેલ અરજીઓ કાયદાના વિરુદ્ધમાં અને પોતાના લાભમા દુરુપયોગ કર્યાનું જણાતા બિનજરૂરી ખર્ચ અને સમયના બગાડ માટે પીટીએ ફંડમાં રૂ.10 હજારનો ફંડ પેટે ચૂકવવાનો પણ આદેશ સાથે કરવામાં આવ્યો છે.
- સંયુક્ત ચેરિટી કમિશનરે ફરી વખત સોમાની ચૂંટણી કરવાનો આદેશ આપ્યો છે
- જામનગરના ચેરિટી કમિશનરને ચૂંટણી અધિકારી તરીકે નીમવામાં આવ્યા
- એસોસિએટ સભ્યોને સોમાની ચૂંટણીમાં મતદાન નહિ કરવાનો પણ હુકમ
હાલ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસીયેશન (સોમ)માં કુલ 146 તેલ મિલના સભ્યો છે. તેમાં વધારાના 118 જેટલા સભ્યોને એસોસિએટ સભ્યો તરીકે ઉમેરવામાં આવ્યા હતા. જેનો વિરોધ થયો હતો. હવે ચેરિટી કમિશરના આદેશ બાદ આ 118 સભ્યો ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.