- સૌરાષ્ટ્રની સૌથી મોટી ઇમિટેશન માર્કેટમાં મંદી
- 50 ટકા યુનિટો છેલ્લા બે મહિનાથી બંધ
- 3 લાખ કારીગરો બેકાર
રાજકોટ: શહેરમાં ઇમિટેશન (imitation) પ્રોડક્ટ બનવાના અંદાજીત 15 હજાર કરતા વધુ પ્રોડક્શન હાઉસ આવેલા છે. જેમાંથી 6 હજાર કરતા વધુ પ્રોડક્શન યુનિટો છેલ્લા 2 મહિનાઓથી બંધ છે. જ્યારે યુનિટમાં તૈયાર કરવામાં આવેલો માલ હાલ વહેંચાયો નથી. તેમજ વૈશ્વિક કોરોના મહામારીના કારણે અન્ય દેશના વેપારીઓ પણ માલની ખરીદી માટે અહીં આવતા નથી. લગ્ન સિઝન, ધાર્મિક કાર્યક્રમો, તહેવારોમાં પણ જ્વેલરી વધુ પ્રમાણમાં વહેંચાય છે પરંતુ કોરોના કારણે આ બધુ પણ મર્યાદિત સંખ્યામાં થઈ રહ્યું છે. જેને લઈને મંદી વધુ પ્રમાણમાં સર્જાઈ છે.
આ પણ વાંચો: કોરોનાએ બનાવ્યું હીરાનું ડિજિટલ માર્કેટ, સુરતના વેપારીઓ દ્વારા ડાયમંડની ઓનલાઈન ખરીદી
3 લાખ જેટલા કારીગરો બેકાર બન્યા
રાજકોટ (Rajkot) જિલ્લામાં અંદાજીત 7 લાખ કરતાં વધુ લોકો ઇમિટેશન (imitation) ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એવામાં જેવી જ કોરોનાની પ્રથમ લહેર આવી ત્યારથી જ ઇમિટેશન માર્કેટ પર ધીમે ધીમે ગ્રહણ લાગવા માંડ્યું હતું અને બીજી લહેર દરમિયાન તેને સૌથી વધુ અસર થઈ હતી. હાલ 7 લાખ કરતાં વધુ કારીગરોમાંથી 3 લાખ જેટલા કારીગરો ઘરે બેરોજગાર બેઠા છે. આમ રાજકોટ ઇમિટેશન માર્કેટમાં મંદી હીવના કારણે ઘણા પરિવારો પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Corona Effect: ઇદ હોવા છતાં રાજકોટ મટન માર્કેટમાં મંદીનો માહોલ
કારીગરો મંદીથી કંટાળીને આત્મહત્યા તરફ વળ્યા
ઇમિટેશન માર્કેટ એસોસિએશન (Imitation Market Association) ના પ્રમુખ જીગ્નેશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ (Rajkot) ઇમિટેશન માર્કેટ (imitation market) ના 3 લાખથી વધુ કારીગરો બેકાર બેઠા છે. આ કારીગરોના પરિવારની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે એવામાં તેઓ આત્મહત્યા તરફ વળી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં પાંચથી છ જેટલા કારીગરો અને વેપારીઓને આત્મહત્યા કર્યાની ઘટનાઓ પણ સામે આવી છે. ઇમિટેશન માર્કેટમાં હાલ સતત મંદી વર્તાઈ રહી છે. જેના કારણે કેટલાક કારીગરોએ તો આ ધંધો મૂકીને બીજી જગ્યાએ નોકરી કરવાનું શરૂ કરી દીધું છે.