ETV Bharat / city

રાજકોટ ઓનલાઈન લોન કૌભાંડ, 5મા આરોપીનું નામ ખૂલ્યું - ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટમાં અભણ અને ગરીબ વર્ગના લોકોને ઓનલાઈન લોન કરવી આપવાના બહાને મસમોટી રકમની લોનના ચાર્જ કહીને છેતરપીંડી આચરનારી ગેંગનો ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં વધુ એક મુંબઈના આરોપીનું નામ સામે આવ્યું છે. જિતેન સધવાણી નામના શખ્સનું નામ પોલીસ પૂછપરછમાં ખુલ્યું છે, જે આ શખ્સો સાથે મળીને કયારેક પોતાના એકાઉન્ટમાં ચીટિંગની રકમ જમા લઈ લેતો, જેમાં લોન રૂ. 1.50 લાખની હોય અને તેમાંથી રૂ. 35 હજાર ઉસેડી લેવાનું નક્કી કરે તો 35માંથી 18 હજાર રાજકોટની ત્રિપૂટીનો અને 17 હજાર શૈલેષ જિતેનનો હિસ્સો રહેતો.

રાજકોટ ઓનલાઈન લોન કૌભાંડ, 5મા આરોપીનું નામ ખૂલ્યું
રાજકોટ ઓનલાઈન લોન કૌભાંડ, 5મા આરોપીનું નામ ખૂલ્યુંરાજકોટ ઓનલાઈન લોન કૌભાંડ, 5મા આરોપીનું નામ ખૂલ્યું
author img

By

Published : Jan 13, 2021, 12:09 PM IST

  • રાજકોટ ઓનલાઈન લોન કૌભાંડ, વધુ પાંચમા આરોપીનું નામ ખૂલ્યું
  • બેન્ક એકાઉન્ટ નો ડેબિટ કરવા બેન્કોને જાણ કરવામાં આવી
  • અત્યાર સુધી આ શખસોએ 25 લાખથી વધુની છેતરપિંડી કરી છે

રાજકોટઃ શહેરમાં ઓનલાઈન ઈન્સ્ટન્ટ લોન અપાવી દઈને નિરક્ષર લોકોના ખાતામાંથી નાણા છેતરપિંડી અચરીને પડાવતી ગેંગનો પર્દાફાશ થયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમાં પ્રથમ ક્રાઈમ બ્રાન્ચના શખસોની પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરાતા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમ જ આ શખસોના બેન્ક ખાતાઓમાંથી હવે કોઈ નાણા ન ઉપાડી શકે તેના માટે 'નો ડેબિટ' કરવા ત્રણ જેટલી બેન્કોને પણ પોલીસ દ્વારા ઈ-મેઈલથી જાણ કરાઈ છે. જ્યારે આરોપીઓનો પાંચમો સાગરિત મુંબઈમાં હોવાનો પણ ખુલાસો થયો છે.

રાજકોટ ઓનલાઈન લોન કૌભાંડ, 5મા આરોપીનું નામ ખૂલ્યું
રાજકોટ ઓનલાઈન લોન કૌભાંડ, 5મા આરોપીનું નામ ખૂલ્યું

છેલ્લા ત્રણ મહિનામાં 500 લોકોને અપાવી લોન

રાજકોટના 80 જેટલા લોકોને આ ગેન્ગ દ્વારા લોન આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમાંથી 80 ટકા લોકોએ દોઢ-દોઢ લાખની લોન મેળવી છે. પોલીસમાં અંદાજ મુજબ મુજબ રાજકોટમાં જ આ શખસોએ અંદાજિત રૂ. 25-27 લાખની છેતરપિંડી આચરી છે. જ્યારે હવે સુરત શહેરમાં પણ આજ પ્રકારે શખસોએ છેતરપિંડી આચરી છે. ઉલ્લેખનીય છે ઈસમોએ છેલ્લા ત્રણ મહિના દરમિયાન 50ને લોન અપાવ્યાની કબૂલાત આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે આ ચાર શખ્સોની કરી હતી ધરપકડ

  • પ્રતીક ઉર્ફે જિગ્નેશ મહેશભાઈ પરમાર (ઉં.વ.34)
  • રવિ મહેશભાઈ પરમાર (ઉં.વ.32)
  • મહેન્દ્ર કુફાભાઈ કુમાવત (ઉં.વ. 30)
  • શૈલેષભાઈ ઉર્ફે સાન જંતીલાલ પીઠડીયા નામના શખ્સોનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.