- ખાનગી હોસ્પિટલ્સ બંધ કરવાની ચીમકી
- મહાનગરપાલિકાને પણ રજૂઆત કરાઈ
- ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને નહિ કરાઈ દાખલ
રાજકોટઃ રાજકોટ IMA ડોક્ટર દ્વારા ચીમકી આપી છે કે મનપા ફાયર સેફટીને લઈને હોસ્પિટલ્સ સિલ કરે તેના કારણે હોસ્પિટલ સિલ થયાની બદનામી થાય અને ત્યારબાદ ફરી હોસ્પિટલ્સને ખોલવામાં આવે અને તેના માટે પણ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે આ બધાના કારણે IMA દ્વારા જ હોસ્પિટલ્સને બંધ કરવામાં આવશે. જેને લઈને બદનામી ન થાય અને કોઈ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે આ નિર્ણય લેવાયો છે.
મહાનગરપાલિકાને પણ રજૂઆત કરાઈ
IMA તબીબો દ્વારા શનિવારના રોજ રાજકોટ મનપાના કમિશ્નર તેમજ ચીફ ફાયર ઓફિસરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા હોસ્પિટલોને સિલ કરવામાં નહિ આવે તેવી કોઈ ખાત્રી તેમજ આ અંગે કોઈ વ્યવહારૂ ઉકેલ જણાવામાં આવ્યો હતો. જેને લઈને IMA તબીબોએ પોતે જ આગામી દિવસોમાં દર્દીઓને દાખલ નહિ કરીને હોસ્પિટલ્સને બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને નહિ કરાઈ દાખલ
રાજકોટમાં 8 હોસ્પિટલ્સ સિલ કરવાના મામલે IMA તબીબો રોષે ભરાયા છે. તેમજ કેટલીક હોસ્પિટલમાં જૂનું બાંધકામ હોવાના કારણે, જ્યારે કેટલીક હોસ્પિટલ કોમ્પલેક્ષમાં હોવાથી બિલ્ડીંગમાં અન્ય લોકોના કારણે NOC નહિ મળ્યું અને હાલ ફાયર સેફટીના સાધનોની માંગના કારણે પણ હોસ્પિટલ્સને તમામ સાધનો મળ્યા હોવાની રજૂઆત મનપાને કરી હતી, આ અંગે યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવતા તબીબોએ દર્દીઓને પણ આગામી દિવસોમાં હોસ્પિટલમાં દાખલ નહિ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.