- રાજકોટમાં કોરોના વેક્સિનેશન અભિયાન માટે તમામ તૈયારી પૂર્ણ
- રાજકોટમાં 6 આરોગ્ય કેન્દ્ર પર 100-100 વ્યક્તિને અપાશે કોરોના રસી
- પીડીયુ હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ
રાજકોટઃ શહેરમાં અગાઉ 10 સ્થળોએ વેક્સિન આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી તેમાં ફેરફાર થયો છે. આમાં રાજકોટ શહેરમાં 6 સ્થળોએ જ્યારે રાજકોટ જિલ્લામાં 3 સ્થળોએ વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લામાં ગોંડલ, જેતપુર, જસદણ ખાતે વેક્સિન આપવામાં આવશે.
એક સેન્ટરમાં 100 વ્યક્તિઓને આપશે વેક્સિન
રાજકોટમાં વેક્સિન પ્રક્રિયાને લઈને કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ 6 આરોગ્ય કેન્દ્ર ખાતે 100-100 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. એટલે રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે અંદાજિત 900 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે રાજકોટ પીડિયુ હોસ્પિટલમાં પીએમ મોદી પણ લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે.