ETV Bharat / city

લમ્પીને કારણે પશુઓના મૃત્યું વધ્યા, દફનવિઘી માટે ખાસ જગ્યા ફાળવાઈ - રાજકોટ જિલ્લા ક્લેક્ટર

લમ્પી વાયરસને કારણે પશુઓના મોતની સંખ્યા સૌરાષ્ટ્રમાંથી (Lumpy Virus Rajkot) વધી રહી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને વહીવટી તંત્ર પણ યુદ્ધના ધોરણે કામે લાગી ગયું છે. રાજકોટ શહેર-જિલ્લામાંથી ઘણા પશુઓના મૃત્યું (Animal Death Due to Lumpy) થયું છે. જેની દફનવિધિ માટે રાજકોટ કોર્પોરેશને એક ખાસ જગ્યા ફાળવી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકોને ચોક્કસ ગાઈડલાઈન આપવામાં આવી રહી છે.

લમ્પીને કારણે પશુઓના મૃત્યું વધ્યા, દફનવિઘી માટે ખાસ જગ્યા ફાળવાઈ

author img

By

Published : Jul 31, 2022, 4:06 PM IST

રાજકોટઃ રાજકોટમાં લમ્પી વાયરસને કારણે પશુઓના મોતની સંખ્યામાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં (Lumpy Virus Rajkot) આવી ગયું છે. મૃત પશુઓને દફન કરવા માટે સ્ટાફને પણ સૂચનાઓ આપી કાર્યવાહી શરૂ દેવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાયરસને કારણે પશુઓના મોત (Animal Death Due to Lumpy) થઈ રહ્યા છે. રાજકોટના માલિયાસણ (Rajkot Corporation) ગામ પાસે ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલા જોવા મળ્યા હતા. આ બાબતે રાજકોટ કોર્પોરેશન એક્શન મોડમાં જોવા મળ્યું છે. ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે (Dy. Mayor Rajkot) આ સ્થળે 1 જેસીબી, વિજિલન્સની ટીમ અને 1 સેનેટરી ઇન્સ્પેક્ટરને હાજર રહેવા આદેશ આપ્યા છે. જેથી મૃત પશુઓની દફનવિધિ સમયસર થઈ શકે.

આ પણ વાંચોઃ તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવતી કોર્ટ, અવલોકનમાં શું કહ્યું જૂઓ

શું કહે છે ડે. મેયરઃ રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે હાલ લમ્પી વાયરસને લઈને ગાયોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. તે સંદર્ભે પર્યાવરણ વિભાગ અને ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની માલિયાસણ અને સોખડા ગામ પાસે જે મૃત પશુઓના નિકાલ માટેની સાઈટ આવેલી છે ત્યાં તાત્કાલિક જ મૃત પશુઓની દફનવિધિ થાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે આ રોગચાળો ફેલાય નહીં તે માટે મૃત પશુઓને દફનાવામાં આવે છે. મૃત પશુઓની દફન વિધિ મીઠા સાથે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ બાપુનો વાર : યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે, ઉડતા ગુજરાત બની રહ્યું છે

200 ગાયના મૃતદેહઃ અહીં રહેતા સ્થાનિકોનો જણાવ્યા મુજબ લમ્પી વાયરસથી 200 ગાયના મૃતદેહ અહીં આવ્યા છે. રાજકોટ કોર્પોરેશને જ આ જગ્યા પશુઓના મૃતદેહના નીકાલ માટે નક્કી કરી છે. પણ મહાનગર પાલિકાની ટીમ અહીં મરેલા પશુઓને મૂકીને જતી રહે છે. સ્થાનિકોએ તંત્રનું ધ્યાન દોર્યા બાદ કોર્પોરેશનની ટીમ દોડી આવી હતી. પછી અહીં જેસીબીની મદદથી ઊંડા ખાડા કરીને પશુઓની દફનવિધી થઈ. આ જગ્યાથી માલિયાસણ ગામ અડધો કિમી જ દૂર છે. જેમાં 1200 લોકો રહેવાસ કરે છે. માલધારીઓએ જણાવ્યા અનુસાર 100થી વધારે ગાયના મૃત્યું થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.