રાજકોટઃ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કારણે કુલ 60 કરતા વધુ દર્દીઓના શંકાસ્પદ મોત થયા છે. રાજકોટમાં કોરોનાના વધુ નવા 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને અત્યાર સુધી જિલ્લમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,386 સુધી પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર હોવાના કારણે અહીં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જેને લઈને કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.