- કરફ્યૂને કારણે વેપાર-ધંધા પર આર્થિક અસર પડી છે
- રાત્રી કરફ્યૂના સમયમાં ફેરફાર કરવા કરી માંગ
- કરફ્યૂ સમય ઘટાડવા કરી રજૂઆત
રાજકોટ: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સનાં વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોરોનાનાં કેસો વધવાને કારણે રાત્રે 10થી સવારે 6નો કરફ્યૂ લગાવ્યો છે. તે કરફ્યૂને કારણે વેપાર-ધંધા પર આર્થિક અસર પડી છે. સામાન્ય રીતે હાલ ઉનાળાનાં દિવસોમાં બપોરે બજારો સુસ્ત રહેતી હોય છે અને બીજી તરફ રાત્રે વહેલો કરફ્યૂ હોવાને કારણે વેપારીઓને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: કોરોના સંક્રમણને લઈ વડોદરામાં રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાગૂ
કરફ્યૂ સમય ઘટાડવા કરી રજૂઆત
આ ઉપરાંત સરકારને પણ ઇન્કમ ટેક્ષમાં ઓછી આવક થઇ છે. ત્યારે આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે કરફ્યૂનો સમય રાત્રે 10ના બદલે 11 કરવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કરફ્યૂને કારણે વેપાર-ધંધા પર આર્થિક અસર પડે છે. ગયા વર્ષ દરમિયાન વેપારીઓએ ઘણી મોટી મુશ્કેલીઓ અને નુકસાની વેઠવી પડી હતી, ત્યારે ધંધાને પડી ભાંગતા બચાવવા માટે પણ હવે રાત્રી કરફ્યૂના સમયમાં ફેરફાર કરવા માંગ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં આજે ગુરુવારથી રાત્રે 10 વાગ્યા બાદ કરફ્યૂ જાહેર