રાજકોટ શહેરના રોયલ પાર્ક શેરી નંબર 7માં દિલધડક લૂંટની ઘટના ( Rajkot Builder Home robbed by Nepali Servant ) સામે આવી હતી. જેમાં માતોશ્રી નામના એક બંગલામાં પરિવાર બહારગામ હતો ત્યારે 14 વર્ષનાં બાળકને બંધક બનાવી (Child hostage and loot worth millions in Rajkot ) લાખોની લૂંટ થયાની ઘટના ( Rajkot Crime News )સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર ( Rajkot Crime News ) દોડી ગયો હતો. જેમાં DCP સહિતનાં અધિકારીઓની પ્રાથમિક તપાસમાં નેપાળી ચોકીદાર જ ચોર હોવાનું સામે આવતા રાજકોટ પોલીસ CCTV જાહેર કરી આરોપીની શોધખોળ કરવા સહિત જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.ગણતરીના કલાકોમાં રાજકોટ પોલીસે આ કેસમાં આરોપી સહિત 6 લોકોની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળે છે. આરોપીઓમાં 3 મહિલા અને 3 પુરુષોની શામેલગીરી છે.
શહેરના પોશ વિસ્તારમાં ફરી લૂંટની ઘટના રાજકોટમાં રોયલ પાર્ક શેરી નંબર-7માં રહેતા એક મોટા ગજાનાં બિલ્ડર પ્રભાત સિંધવ પરિવાર સાથે અમદાવાદ હતા ત્યારે જ નોકર દંપતિ ( Rajkot Builder Home robbed by Nepali Servant ) સહિત 4 જેટલા શખ્સોએ આ પરિવારનાં 14 વર્ષના બાળકને બંધક બનાવ્યો હતો. ચોર ત્યાંથી રોકડ અને સોના ચાંદીનાં દાગીના સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
નેપાળી દંપતિ સહિત 6ને પકડી લીધાં આ ઘટના અંગેની જાણ થતા DCP સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ઘટનામાં લાખોથી વધુની રોકડ અને ઘરેણાં સહિતની લૂંટ કરાઈ હોવાનું જણાવાયું છે. લૂંટના આરોપીઓમાં ચોકીદાર સહિતનાં ચાર જેટલા લોકો સામેલ હોવાનું ખુલતા પોલીસે નજીકનાં સીસીટીવીનાં આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસ ( Rajkot Crime News ) શરૂ કરી છે. ઘરઘાટી નેપાળી શખ્સ અનિલ ( Rajkot Builder Home robbed by Nepali Servant ) સહિત શંકાસ્પદ શખ્સોનાં ફોટા જાહેર કરી ફોટામાં દેખાતા શખ્સો ક્યાંય જોવા મળે તો ગાંધીગ્રામ પોલીસ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી હતી.