- રાષ્ટ્રપતિ દીવના પ્રવાસે
- 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બરનો પ્રવાસ
- રાજકોટની કરી શકે મુલાકાત
રાજકોટઃ દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દીવના પ્રવાસે આવશે, ત્યારે રાષ્ટ્રપતિ કોવિંદ પોતાના પ્રવાસ દરમિયાન રાજકોટમાં પણ ટૂંકું રોકાણ કરી શકે છે. જો કે, આ અંગે હજુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ રાજ્યના સ્પિકર કોનફરન્સ હાજરી આપવા માટે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ ત્રણ દિવસ રોકાશે દીવ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 3 દિવસ સુધી દિવની મુલાકાતે છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 ડિસેમ્બરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ રાજકોટમાં ટૂંકી મુલાકાત લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દીવમાં 3 દિવસના રોકાણ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં સામેલ થશે. આ ઉપરાંત લોકાર્પણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
રાજકોટમાં એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી 3 દિવસના સતાવાર કાર્યક્રમ અંતર્ગત દીવ આવી રહ્યા છે. 25 ડિસેમ્બરે સવારે રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે આવશે અને રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ દીવ જવા રવાના થશે. રાજકોટ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.