રાજકોટ: રાજકોટીયન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં છેલ્લા 2 વર્ષથી કોરોનાને પગલે વહીવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ફરી યોજાશે. જેને અનુસંધાને રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની(Lokmela Executive Committee) સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો: Madhavpur Fair 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુક્યો
સમિતિઓની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી - આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સંભવીત 17થી 21 ઓગસ્ટ 2022 સુધી એટલે કે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. જે અંગે નિવાસી કલેકટર દ્વારા લોકમેળા સંકલન સમિતિ(Lokmela Coordinating Committee), અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા(Rule of law), ટ્રાફિક પાર્કિંગ નિયમન સમિતિ, ફાયર સેફટી અને સાંસ્કૃતિક અને ઉદ્ઘાટન કાર્યક્રમ સમિતિ(Cultural and Inaugural Program Committee) સહિતની સમિતિઓની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો મેળો રાજકોટમાં યોજાય છે - સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનાં નગરજનોએ ઉત્સવ પ્રિય છે, ત્યારે અહીં તમામ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં કાઠીયાવાડની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો જન્માષ્ટમીનો લોકમેળોએ અનોખી ભાત પાડે છે. દર વર્ષે સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો મેળો રાજકોટમાં યોજાય છે જેમાં દર વર્ષે રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળાનો પ્રારંભ રાંધણ છઠ્ઠના દિવસેથી જ કરવામાં આવતો હોઈ છે.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લાનો સૌથી મોટો નિષ્કલંકના સમુદ્ર કિનારે યોજાતો લોક મેળો મોકૂફ: વહીવટી તંત્ર
પાંચ દિવસ સુધી યોજાય છે આ મેળો - છેક દશમ સુધી એટલે કે પાંચ દિવસ ચાલતો હોય છે જેમાં રાઈડ્સ, રમકડા, ખાણીપીણી સહિતના વેપારીઓ મળીને અંદાજે 2 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળે છે. જેથી આ પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે 10 લાખ લોકો મેળો માણવા આવતા હોય છે જેથી કોરોના બાદ ફરી મેળાઓ શરૂ થવાની જાહેરાત થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.