- રાજકોટમાં પોલીસે જ તોડ્યા કોરોના પ્રોટોકોલ
- મેદાનમાં લોકો સાથે ઉજવ્યો દિકરાનો જન્મદિવસ
- પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટઃ સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારીએ પોતાનો કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં પણ કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં દરરોજ કોરોનાના 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે અને 60થી વધુ દર્દીઓના મોત થઈ રહ્યો છે. એવામાં આ કોરોના મહામારી વચ્ચે રાજકોટના સિવિલ હોસ્પિટલ નજીક ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સોંગ અને ફટાકડા ફોડીને પોલીસ પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી. જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?
બર્થ ડે ઉજવણી મામલે પોલીસે ગુનો નોંધ્યો
ચૌધરી ગ્રાઉન્ડમાં બર્થ ડે ઉજવણીનો વિડીયો વાયરલ થતા રાજકોટ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. તેમજ આ મામલે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે પોલીસપુત્રનો જન્મદિવસ હોય તેને લઈને બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ અને યુવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ પણ અહીં હોવાનું સામે આવ્યું છે. આ બર્થ ડે ઉજવણી દરમિયાન કારમાં મોટા મોટા અવાજે ગીતો વગાડીને તેમજ ફટાકડા પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જ્યારે એક તરફ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે હોસ્પિટલ નજીક જ આ પ્રકારની ઘટના સર્જાતાં સમગ્ર રાજકોટમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.