રાજકોટ: જસદણના આટકોટ નજીક કાર અને ટ્રકનો અકસ્માત (Accident Case in Atkot) સર્જાયાના સમાચાર સામે આવી રહ્યા છે. ધડાકાભેર કાર ટ્રક સાથે અથડાતા કાર પડીકુ વળી ગઈ હતી. તેને લઈને કારમાં ફસાયેલા કાર ચાલકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં સારવાર માટે 108 મારફત નજીકની હોસ્પિટલે ખસેડાયો હતો. જોકે ટૂંકી સારવાર બાદ કાર ચાલકનું (Atkot Car Truck Accident) મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતા તુરંત આટકોટ પોલીસ દોડી ગઈ હતી. જેમાં અકસ્માત અંગેની તપાસ કરતાં કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : માર્ગ અકસ્માતનો આ વિડીયો જોઇને તમે પણ ચોંકી જશો, જૂઓ વીડિયો...
અકસ્માત ક્યાં સર્જાયો - અકસ્માતની આ ઘટના આટકોટના ગોંડલ હાઇવે પર ખારચીયા અને દડવા ગામ વચ્ચે ગોંડલથી આટકોટ (Atkot to Gondal Road Accident) બાજુ આવતી ટ્રક નં. GJ-14-X- 6765 અને ટાટા ઈન્ડિગો માન્જા કાર નં. GJ-13- CC-3360 સામસામી ધડકાભરે અથડાઈ હતી. જેમાં કારનો આગળનો ભાગ પડીકુ વળી ગયો હતો. કારનો આગળનો ભાગ એટલી હદે ભેગો થઈ ગયો હતો કે, ચાલક હરેશ વાસાણીને બહાર કાઢવામાં લોકો અસમર્થ રહ્યા હતા. બાદમાં ક્રેન બોલાવી તેને બહાર કાઢ્યો હતો. અકસ્માત બાદ લોકોએ 108ને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી. તેને લઈને કાર ચાલકને જસદણની હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ, ગંભીર ઈજા થવાના કારણે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક હરેશ વીંછિયાના અમરાપુર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : અકસ્માતે પુત્રની સામે લીધો પિતાનો ભોગ, બન્યા કરૂણ દ્રશ્યો
લોકો દારૂની બોટલને ભાગ્યા - આટકોટ નજીક કાર અને ટ્રક સામસામી ધડાકાભેર અથડાતા અકસ્માતમાં કારમાં રહેલી વિદેશી દારૂની પેટીઓ બહાર આવી જતાં કેટલાક શખ્સો તો બોટલ લેવા ઉમટી પડ્યા હતા. દારૂની બોટલ લઈ આ શખ્સો ભાગી ગયા હતા. જોકે, બાદમાં પોલીસ આવી ગઈ હતી અને તેમણે માત્ર 60 બોટલ દારૂની જપ્ત કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે 1,72,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂની બોટલ લઇ મૃતક હરેશ ક્યાં જતો હતો, કોની પાસેથી દારૂનો જથ્થો લીધોએ દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે જ હાલ પોલીસે કાર માલિક હસમુખ સાકોરિયા સામે વિરુદ્ધ પ્રોહિબિશન (Atkot Alcohol Case) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.