ETV Bharat / city

રાજકોટમાં બે મંડળીઓ દ્વારા કરોડોની છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી - FIR against 2 credit societies in Rajkot

રાજકોટમાં શ્રી રામેશ્વર મંડળીના 60 કરોડના કૌભાંડ બાદ શ્રી પરિશ્રમ ક્રેડિટ સોસાયટીએ 1 કરોડનું ફૂલેકું ફેરવ્યુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મંડળીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી
રાજકોટમાં બે મંડળીઓ દ્વારા કરોડોની છેતરપિંડી
author img

By

Published : Mar 26, 2021, 3:39 PM IST

  • શ્રી રામેશ્વર મંડળીના 60 કરોડના કૌભાંડ બાદ વધુ એક મંડળીનું કૌભાંડ આવ્યું સામે
  • શ્રી પરિશ્રમ કેડીટ સોસાયટીના સંચાલકો સામે 1 કરોડના કૌભાંડની ફરિયાદ
  • પોલીસ દ્વારા મંડળીના ચેરમેન અને મેનેજરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરાઈ

રાજકોટ: રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલી શ્રી પરિશ્રમ કેડીટ સોસાયટીના સંચાલકોએ 1 કરોડનું ફૂલેકું ફેરવ્યું છે. જેના આધારે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી મંડળીના ચેરમેન અમિત અશોકભાઈ જલુ અને વાઈસ ચેરમેન અને મેનેજર કિશોર અશોકભાઈ ભટ્ટની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

રાજકોટમાં બે મંડળીઓ દ્વારા કરોડોની છેતરપિંડી

આ પણ વાંચો: રાજકોટમાં શરાફી મંડળી કૌભાંડમાં ચેરમેન સહિત 3 ઝડપાયા

રાજકોટમાં વધુ એક ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીનું કૌભાંડ આવ્યું સામે

આશિષ કો-ઓપરેટિવ સોસાયટી લોકોના પૈસા લઇને છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. જ્યારે સમય ટ્રેડિંગમાં જે લોકો રોકાણ કરતા હતા, તેમને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાર કરાવીને તેમજ જેટલી રકમ રોકી હોય તેનો ચેક આપતા હતા. જેથી અભણ અને અજ્ઞાન લોકો કૌભાંડીઓ પર વિશ્વાસ રાખી બેસતા હતા. આ પ્રકારે ભેજાબાજો ભોળી પ્રજાને ભરોસો આપીને છેતરતા હતા.

આ પણ વાંચો: રાજકોટ શરાફી મંડળી દ્વારા 358 થાપણદારોની 23.46 કરોડની છેતરપિંડીનો આંક વધ્યો

સૌરાષ્ટ્રમાંથી અંદાજે બે લાખ લોકોએ કર્યું હતું રોકાણ

ભોગ બનનારા અજય વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી અંદાજે 2 લાખ લોકોએ રોકાણ કર્યું હતું. દોઢ વર્ષથી તેઓએ પૈસા કે વ્યાજ, બન્નેમાંથી કશું નથી આપ્યું. છ મહિના પહેલા આવી જ રીતે રેલી યોજીને કમિશનરને આવેદન આપ્યું હતું. ત્યારે ધરપકડ થઈ હતી. 10 ટકા વ્યાજની લોભામણી જાહેરાત આપીને 50 એજન્ટો દ્વારા ઘરે-ઘરે જઈને લોભામણી સ્કીમો સમજાવે છે અને છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.