ETV Bharat / city

પોલીસની સરાહનીય કામગીરી, લૂંટના આરોપીઓ ગણતરીના કલાકોમાં કર્યા જેલભેગા

રાજકોટના માયાણી ચોકમાં એક્ટિવા પર પસાર થઈ રહેલા યુવકને (Robbery Case in Rajkot) માર મારી લૂંટારાઓએ 5 લાખની રોકડ સાથે એક્ટિવ પણ લૂંટીને ફરાર થઇ ગયા હતા. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. આ શખ્સોને પકડવા પોલીસે એડીચોટીનું જોર લગાવી ગણતરીના સમયમાં (Rajkot Crime Case) આરોપીના કાઠલા ઝાલ્યા હતા.

પોલીસની સરાહનીય કામગીરી, લૂંટના આરોપીઓ ગણતરીના કલાકોમાં કર્યા જેલભેગા
પોલીસની સરાહનીય કામગીરી, લૂંટના આરોપીઓ ગણતરીના કલાકોમાં કર્યા જેલભેગા
author img

By

Published : Jun 9, 2022, 10:33 AM IST

રાજકોટ : રાજકોટના મવડી વિસ્તારમાં એક્ટિવા સ્કૂટર ચાલકને માર મારી ત્રણ શખ્સો 5,00,000 રૂપિયાની રોકડ સાથેનું એક્ટિવા લૂંટીને (Robbery Case in Rajkot) ફરાર થઇ જતા ચકચાર મચી છે. મહત્વનું એ છે કે, ધોળા દિવસે થયેલી આ પડકારજનક લૂંટનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં સામેલ બે સગીર સહિત કુલ 4 શખ્સોને ઝડપી પાડી એક્ટિવા સહિતનો તમામ મુદ્દામાલ પણ કબજે કરાયો છે. હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ પોલીસે ગણતરીના સમયમાં લાખો રુપીયા મૂળ માલિકે પરત અપાવ્યા

શું હતો સમગ્ર મામલો - મવડીનાં ઉદયનગરમાં રહેતા વિશાલ ઘોરેચા મંગળવારે સાંજે એક્ટિવા લઇ ગોંડલ રોડ પર પ્લેનની આર્કેડ ખાતેની આંગડિયા પેઢીમાંથી પાંચ લાખનું પેમેન્ટ લેવા ગયા હતા. આ રૂપિયા એક્ટિવાની ડીકીમાં મૂકી તે માયાણી ચોક નજીકથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન કાળા કલરના સ્કૂટરમાં ત્રિપલ સવારીમાં આવેલા અજાણ્યા શખસોએ સ્કૂટર આડુ નાખી ઝઘડો કરીને બે તમાચા ચોડી દીધા દેતા વિશાલના ચશ્મા નીચે પડી ગયા હતા. રોડ પર પડેલા ચશ્મા લેવા વિશાલ નીચે નમ્યો એ સાથે બે હુમલાખોરે વિશાલને પકડી રાખ્યા હતા. ત્રીજો શખ્સ રોકડ ભરેલું એક્ટિવા લઈને ફરાર થયો હતો. વિશાલ કઈ વિચારે એ પહેલાં અન્ય બે શખ્સ પણ તેને પછાડીને (Rupee Robbery in Rajkot) પોતાનું નંબર પ્લેટ વગરનું સ્કૂટર લઈને નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો : જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ, ઝપાઝપીના દ્રશ્યો CCTVમાં કેદ

સ્કૂટર રેઢું મળી આવ્યું - આ ઘટનાની જાણ થતાં માલવીયાનગર અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો બનાવ (Robbery in Mavdi Rajkot) સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે લૂંટારા જે દિશામાં ભાગ્યા હતા. એ તરફ સ્ટાફને દોડાવતા લૂંટી લેવાયેલું સ્કૂટર મવડી ઓવર બ્રિજ નીચેથી રેઢું મળી આવ્યું હતું. લૂંટારા ડીકી માંથી રોકડ કાઢી પોતાના સ્કૂટરમાં ત્રિપલ સવારીમાં આજી ચોકડી (Rajkot Crime Case) તરફ ભાગ્યા હોવાનું CCTVમાં જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : લ્યો બોલો : લૂંટની ઘટનાનો ફરિયાદી જ નીકળ્યો આરોપી

કાબિલેદાદ કામગીરી પોલીસની - આ દરમિયાન આરોપીઓ અંગે SOG પોલીસને (Rajkot SOG Police) સચોટ બાતમી મળી હતી. જેના આધારે અલગ-અલગ ટીમો બનાવીને પોલીસે 20 વર્ષીય મહેન્દ્ર ઉર્ફે લાલો દિનુ ગીડા, 21 વર્ષીય ચિરાગ સંજય જાદવ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોને ઝડપી લઇ લૂંટમાં ગયેલા 4,99,500 તેમજ લૂંટમાં (Rajkot Robbery Crime Case) ઉપયોગમાં લીધેલું સ્કૂટર કબજે કર્યું હતું. ઝડપાયેલા બે સગીર આરોપીઓ પૈકી એક સગીર અગાઉ થોરાળા વિસ્તારમાં ખૂનના ગુનામાં પકડાય ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની આ કાબિલેદાદ કામગીરી બદલ પોલીસ કમિશનરે રાજુ ભાર્ગવે DCB અને SOG ની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.