- અમુલ પાર્લરમાં ડૂપ્લીકેટ ઘીનું વેચાણનો પર્દાફાશ
- રાજકોટમાં પોલીસ ચોકીની બાજુનાં અમુલ પાર્લરમાં ડૂપ્લીકેટ ઘીનું વેચાણ
- પોલીસે સામગ્રી જપ્ત કરી આરોપીઓની કરી ધરપકડ
રાજકોટ: પોલીસે અમુલ-ગોપાલ બ્રાન્ડના નકલી ઘી વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ચોકીની બાજુનાં અમુલ પાર્લરમાં ગ્રાહકોને પૂરા ભાવે નકલી ઘી આપી જન આરોગ્ય સાથે ચેડાં કરનાર બે સંચાલક, માલ સપ્લાય કરનાર સેલ્સમેન સહિત નકલી માલ અમદાવાદથી મગાવી વેચવાનો ગોરખધંધો કરતા ચાર સગા ભાઇ ભત્રીજા સહિત 7 આરોપીને ઝડપી લીધા છે. જ્યારે અન્ય 1ની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી નકલી ઘી ઉપરાંત ડુપ્લીકેટ તંબાકુ, શેમ્પુ, સાબુ મળી કુલ રૂપિયા 1,55,200 નો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. કૌભાંડના સૂત્રધાર અમદાવાદના શખ્સની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
રાજકોટમાં અમુલ પાર્લરમાં ડૂપ્લીકેટ ઘીના વેચાણનો પર્દાફાશ રાજકોટ પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ કર્યા દરોડા યુનિવર્સિટી પોલીસે રાજવી મિલ્કમાં દરોડો પાડી અમુલ પ્યોર ઘી લખેલા 500 એમ.એલ.ના 10 પાઉચ અને ગોપાલ ઘી લખેલા 500 એમ.એલ.ના 8 ડુપ્લીકેટ પાઉચ કબ્જે કર્યા હતા. આ સાથેજ પાર્લર સંચાલક અર્ચન હસમુખભાઇ કપુરીયાને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે પદ્માવતી પાર્લરમાં દરોડો પાડી અમુલ પ્યોર ઘીના ભેળસેળ યુક્ત 16 પાઉચ અને ગોપાલ ઘીના 7 પાઉચ મળી આવતા મુદ્દામાલ કબજે કરી સંચાલક નિલેશ જીતેન્દ્રભાઇ બોરડીયાને અટકાયત કરી હતી.
પોલીસે દરોડો પાડી રૂપિયા 1,55,200ની કિંમતનો મુદ્દામાલ કર્યો કબ્જેપોલીસે દરોડો પાડી અમુલ ઘીના 50 અને ગોપાલ ઘીના 20 પાઉચ કબ્જે લીધા હતા. આ ઉપરાંત મિરાજ તંબાકુ, બાગબાન 138 તંબાકુના ટીન, ડવનાં શેમ્પુના પાઉચ, સર્ફ એક્સેલ સાબુ, પાઉડરનો નકલી જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને રૂપિયા 1,55,200ની કિંમતનો તમામ મુદ્દામાલ કબ્જે લીધો હતો. જેને લઈને પોલીસે ઝડપાયેલા તમામ આરોપી સામે છેતરપીંડી, ટ્રેડમાર્ક એક્ટ ભંગ, વિશ્વાસઘાત, જનઆરોગ્ય સાથે ચેડાં, તેમજ ખોરાકમાં ભેળસેળ અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરશે.