ETV Bharat / city

રાજકોટ જિલ્લામાં 108 સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ - કોરોના મહામારી

108ની વિશિષ્ઠ કામગીરીને અનુલક્ષી પ્રતિ વર્ષ તા. 26મેના રોજના રોજ 108 સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી જિલ્લા વાઇઝ ઉજવવામાં આવી છે. રાજકોટ ખાતે 108ના અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં પાયલોટ દિવસની ઉજવણી કરાઈ હતી. 108ના કર્મચારીઓને તેમની વિશિષ્ઠ કામગીરીને અનુલક્ષીને અધિકારીઓના હસ્તે એવૉર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.

રાજકોટ જિલ્લામાં 108 સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ

author img

By

Published : May 28, 2021, 4:31 PM IST

  • રાજકોટમાં કરવામાં આવી પાયલોટ ડેની ઉજવણી
  • કોરોનાકાળમાં ખૂબ ઉપયોગી નીવડેલી સેવાના કર્મીઓને બિરદાવાયા
  • રાજકોટ 108ના 15 કર્મીઓને એવોર્ડ આપી સન્માન કરાયું

    રાજકોટ: કહેવાય છે કે યુદ્ધસમયે યોદ્ધાના સારથીની ભૂમિકા અતિ મહત્વની હોય છે, એજ રીતે સંકટ સમયે એક સારથીની ભૂમિકા ભજવનાર દરેક ૧૦૮ના પાયલોટની કોરોના કાળમાં ખૂબ જ મહત્વની ભૂમિકા રહી છે. જીવન જોખમે કોરોનાના અનેક દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી, દર્દી દાખલ થાય ત્યાં સુધી સેવારત (108 service) 108ના ડ્રાઈવર તેમજ ઇમરજન્સી મેનેજમેન્ટ ટેક્નિશિયન દ્વારા કરાયેલી સેવા સન્માનીય છે. અનેક પાયલોટ આ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા. પરંતુ સારવાર બાદ પુનઃ ફરજ પર આવ્યાં. ઘરે 5 માસની દીકરી હોય તો પણ ફરજ નિભાવતા, કોઈના પરિવારજનો કોરોનામાં અવસાન પામ્યા હોય તેમ છતાં ફરજ પર હાજર થઈ તેમની ફરજને પ્રાથમિકતા આપી માનવતા અને ફરજનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે 108ની ટીમે.

    દર વર્ષે પાયલોટ દિવસની ઉજવણી જિલ્લાને અનુલક્ષી કરાય છે. ત્યારે રાજકોટમાં પાયલોટ દિવસની ઉજવણી માટે ખાસ અમદાવાદ 108 હેડ ઑફિસથી અધિકારી સ્નેહલ શાહ, આર.ડી.ડી ડો. રૂપાલી મહેતા, રાજકોટ જિલ્લા પ્રોગ્રામ મેનેજર મિલન પટેલ સહિતના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

    આ પણ વાંચોઃ રાજકોટમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા 650 થઈ, 60 ટકા દર્દી અન્ય જિલ્લાના

108 ડિઝાઇનના મગ યાદગીરી રૂપે અપાયા

પાયલોટ દિવસની જિલ્લા વાઇઝ ઉજવણીમાં અધિકારીઓ દ્વારા 15 જેટલા કર્મચારીઓને વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. તેમજ દરેક કર્મચારીઓને મોમેન્ટો રૂપે 108 ડિઝાઇનના મગ યાદગીરી રૂપે અપાયા હતાં. આ ખાસ દિવસની ઉજવણી કરતા ડો. રૂપાલી મહેતાએ કોરોનાકાળમાં 108ના કર્મીઓના કામને બિરદાવ્યું હતું. જયારે રાજકોટ પ્રોગ્રામ મેનેજર મિલન પટેલે કર્મીઓ સતત 24 કલાક અવિરત કામ કરતા પાયલોટ કર્મચારીઓને બિરદાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય લક્ષી વિવિધ સેવાઓ પૈકી 108ની ભૂમિકા અતિ મહત્વની સાબિત થઈ છે. ઈમરજન્સીમાં દર્દીઓને સ્થળ પર પ્રાથમિક સારવાર સાથોસાથ હોસ્પિટલ સુધી પહોંચાડી દર્દીઓની અમૂલ્ય જિંંદગી બચાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાજ્યની હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1 કક્ષાના 2 અધિકારી આમને-સામને, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.