ETV Bharat / city

PGVCL Swagat Application : સૌરાષ્ટ્રના વીજ ગ્રાહકો માટે નવી સેવા, QR Code થી બિલ ભરી શકાશે - પીજીવીસીએલ ક્યૂઆર કોડ બિલ

રાજકોટમાં વીજ ગ્રાહકો QR કોડ સ્કેન કરીને પોતાનું વીજ બિલ ઓનલાઈન ભરી શકશે. પીજીવીસીએલની આ નવી સેવાનો લાભ સૌરાષ્ટ્રભરના (PGVCL QR Code Bill) વીજ ગ્રાહકોને થશે. સ્વાગત એપ્લિકેશન (PGVCL Swagat Application) માધ્યમથી આ સેવા મળશે તેની માહિતી અપાઇ હતી.

PGVCL Swagat Application : સૌરાષ્ટ્રના વીજ ગ્રાહકો માટે નવી સેવા,  QR Code થી બિલ ભરી શકાશે

author img

By

Published : Dec 30, 2021, 6:39 PM IST

રાજકોટઃ ડિજિટલ ઇન્ડિયાને વેગ મળે તે માટે મોટાભાગના વિભાગો દ્વારા ઓનલાઈન સિસ્ટમ અપનાવામાં આવી રહી છે. ત્યારે પીજીવીસીએલ પણ હવે ડિજિટલ ક્ષેત્રે વધુ એક કદમ આગળ વધ્યું છે. પીજીવીસીએલ દ્વારા હવેથી વીજ બિલમાં QR કોડ સ્કેન પ્રિન્ટ કરવામાં આવશે. જેને લઈને વીજ ગ્રાહકો આ QR કોડ સ્કેન કરીને પોતાનું વીજ બિલ (PGVCL QR Code Bill ) ઓનલાઈન ભરી શકશે. પીજીવીસીએલ દ્વારા આ નવી સેવા શરૂ કરવામાં આવી છે. જેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રભરના વીજ ગ્રાહકોને થશે. આ સાથે જ પીજીવીસીએલ દ્વારા પીજીવીસીએલ સ્વાગત નામની એપ્લિકેશન (PGVCL Swagat Application) પણ શરૂ કરવામાં આવી છે.

પીજીવીસીએલ દ્વારા આ નવી સેવા શરૂ કરવામાં આવી

મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને બિલ ભરી શકાશે

પીજીવીસીએલ દ્વારા હવેથી પોતાના ગ્રાહકો માટે વીજ બિલ પર QR કોડ પ્રિન્ટ કરીને આપવામાં આવશે. જ્યારે આ વીજ બિલ પરનો QR કોડ જે તે ગ્રાહક પોતાના મોબાઈલમાં સ્કેન કરશે એટલે આ વીજ બિલ અને ગ્રાહકની સંપૂર્ણ વિગતો આવશે અને ગણતરીની મિનિટોમાં વીજ ગ્રાહક પોતાનું બિલ (PGVCL QR Code Bill ) પણ ભરી શકશે. જ્યારે પીજીવીસીએલ દ્વારા પીજીવીસીએલ સ્વાગત એપ્લિકેશન પણ (PGVCL Swagat Application) બનાવવામાં આવી છે. જે એપ્લિકેશનની મદદથી વીજ ગ્રાહક પોતાની ફરિયાદ ઓનલાઈન કરી શકશે.

આ પણ વાંચોઃ પાલીતાણામાં PGVCLની પ્રી મોન્સૂન કામગીરીની કરવાનું ભૂલાઈ ગયું

ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થાય તેવી વ્યવસ્થા

પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર વરુણકુમારે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે અમે પીજીવીસીએલના ગ્રાહકોને સરળ માધ્યમથી વધુ સારી સેવા માટે તે માટે QR સ્કેન પ્રિન્ટેડ વીજ બિલ અપાશે. જેના કારણે ગ્રાહકો આ કોડ સ્કેન કરતા જ તેની સંપૂર્ણ બિલની માહિતી મળી જશે. ગ્રાહકોને બિલનો મેસેજ કરતાં હતાં. હવેથી આ મેસેજમાં એક લિંક પણ આપીશું જેના કારણે માત્ર એક જ ક્લિકથી ગ્રાહકો પોતાનું બિલ (PGVCL QR Code Bill ) ભરી શકશે. જ્યારે અમે ગ્રાહકોની ફરિયાદોના તાત્કાલિક નિકાલ માટે પીજીવીસીએલ સ્વાગત એપ્લિકેશન (PGVCL Swagat Application) બનાવી છે. જેમાં ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ કરી શકશે.

આ પણ વાંચોઃ માંગરોળમાં PGVCL કચેરી ખાતે ખેડૂતોનો હોબાળો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.