- હોળીના બીજા દિવસે ઉજવાય છે ધુળેટીનો પર્વ
- કોરોનાને કારણે આ વર્ષે જાહેરમાં રંગોથી રમવા પર પ્રતિબંધ
- જાહેરમાં ધુળેટી રમતા લોકોને પકડવા પોલીસ એક્શનમાં
રાજકોટઃ હોળી-ધુળેટીનો તહેવાર કોરોનાની મહામારી વચ્ચે આવતા રાજકોટવાસીઓએ રંગેચંગે તેની ઉજવણી કરી હતી. પોતાના પરિવાર સાથે જ લોકોએ ઘરની છત પર અથવા પોતાના ઘરના આંગણામાં ધુળેટીની ઉજવણી કરી હતી અને એકબીજાને ધુળેટીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જાહેરમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ હોવાથી વહેલી સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત શહેરમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: સાપુતારામાં પ્રવાસીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી
પોતાના ઘરની છત પર ઉજવી ધુળેટી
કેટલાક વિસ્તારોમાં લોકોએ પોતાના ફ્લેટની છત પર જ ધુળેટીની ઉજવણી કરી હતી. પરિવારના સભ્યોની સાથે રાજકોટવાસીઓએ કલર, ફટાકડા તેમજ ડીજેના તાલે ધુળેટીની ઉજવણી કરી હતી. કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે રાજકોટવાસીઓએ ધુળેટીનો તહેવાર ઉજવ્યો હતો. આજી ડેમ ખાતે ધુળેટીના દિવસે લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય તે માટે એક દિવસ અગાઉ જ આજી ડેમના ગેટ બંધ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી
શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
હાલ કોરોનાની મહામારી હોવાથી રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઇને રાજકોટ પોલીસ કમિશનરે પણ વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે. ધુળેટીનો પર્વ હોવાથી શહેરના અલગ-અલગ વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ પણ શખ્સ જાહેરમાં ધુળેટી રમતા જોવા મળે તો તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ કરે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ગાઈડલાઈનનો અમલ કરાવવા માટે પોલીસ દ્વારા ધુળેટીના દિવસે વહેલી સવારથી જ અલગ-અલગ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.