ETV Bharat / city

મેટોડા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં ઓપરેટર સામે નોંધાયો માનવવધનો ગુનો - પર્વ મેટલ પ્રોસેસીંગ કંપની ભઠ્ઠી ઓપરેટર

રાજકોટના લોધિકા તાલુકાના મેટોડા GIDCમાં (Metoda GIDC Lodhika Taluka of Rajkot) આવેલા પર્વ મેટલ ફેકટરીમાં અચાનક બ્લાસ્ટની ઘટના (Parva Metal Factory Blast ) બની હતી. આ બ્લાસ્ટની ઘટનામાં કુલ અગિયાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક મજૂરનું મોત થતા ઓપરેટર સામે માનવવધનો ગુનો નોધાયો છે. જાણો સમગ્ર વિગતો આ અહેવાલમાં.

મેટોડા GIDCની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં ઓપરેટર સામે નોંધાયો સદોષ માનવવધનો ગુનો

author img

By

Published : Sep 13, 2022, 4:50 PM IST

Updated : Sep 13, 2022, 6:05 PM IST

રાજકોટ લોધીકાના મેટોડા GIDC (Metoda GIDC of Lodhika) ગેટ નં 3 પાસે આવેલા પર્વ મેટલ નામના કારખાનામાં સવારે ઈલેકટ્રીક ભઠ્ઠી પ્રચંડ ધડાકા સાથે ફાટ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ સમયે કારખાનામાં કામ કરતા 11 જેટલા મજૂરો દાઝ્યા અને ઘવાયા હતા. જેમાંથી એક મજૂરની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મજૂરની હાલત હજુ પણ ગંભીર જણાઈ રહી છે. આ બનાવના પગલે લોધીકા પોલીસે ઓપરેટર સામે મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવના પગલે લોધિકા પોલીસે ઓપરેટર સામે મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

અડધો કિલોમીટર વિસ્તારમાં ધમાકો સંભળાયો લોધીકા તાલુકાના મેટોડા GIDC વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં ધડાકો એટલો પ્રચંડ હતો. અંદાજે આસપાસના અડધો કિલોમીટર જેટલા વિસ્તારમાં આ ધમાકો સંભળાયો હતો. ધમાકાને કારણે આસપાસના પંથકના લોકો પણ ભયભીત બની ગયા હતા. ટાંકીમાં ટેમ્પરેચર વધી જતા ફાટેલી ઈલેકટ્રીક ભઠ્ઠીનો પ્રચંડ અવાજ સંભળાતા આસપાસના લોકોને ધરતીકંપ જેવો અનુભવ થયો હોય તેવો અહેસાસ થયો હતો. લોધિકા પોલીસ સ્ટેશનના (Lodhika Police Station) P.S.I. એચ.આર.જાડેજાને આ ઘટનામાં ફરિયાદી બનાવાયા છે. જેમાં તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સહદેવસિંહ ડોશુભા ઝાલાએ જાણ કરી હતી. મેટોડા GIDCમાં આવેલા પર્વ મેટલ પ્રોસેસીંગ કંપનીની અંદર આવેલી ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા કુલ સાતેક માણસો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામને અલગ અલગ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.

કંપનીમાં કુલ 5 જેટલા ભાગીદારો આ પર્વ મેટલ પ્રોસેસીંગ કંપની (Parva Metal Processing Company Rajkot) કે જે કે જેઓ મેટોડા GIDCમાં આવેલા છે. આ કંપનીમાં કુલ 5 જેટલા ભાગીદારો છે. જેમાં સહદેવસિંહ ડોશુભા ઝાલા, સંજયભાઈ ઈશવર સોની, કિરણસિંહ જનકસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ સહદેવસિંહ જાડેજા અને ગજરાજસિંહ કિરણસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

કુલ અગિયાર મજૂરો ઈજાગ્રસ્ત આ પર્વ મેટલ પ્રોસેસિંગ કંપનીમાં અંદાજે 50 જેટલા માણસો કામ કરે છે. બે શેડ એરીયા પ્લોટની આશરે 2000 સ્ક્વેર મીટર જગ્યા છે. કંપનીમાં સવારના આઠથી રાત્રીના આઠ વાગ્યા સુધી માણસો કામ કરે છે. અકસ્માતે થયેલા આ બ્લાસ્ટની ઘટનામાં કુલ અગિયાર મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સુનિલ હરિકૃષ્ણ ચૌહાણ, સંજયકુમાર રામજી ચૌહાણ, પપ્પુ સુમેર ગૌર, શ્યામલાલ ભૂરખનાથ ચૌહાણ, હરીંદ્ર સોહુન ચૌહાણ, રામાશંકર ઉર્ફે બબલુ રાકેશ યાદવ, મનોજ રામભજુ મહંતો, સોનુ રાજેશ ચૌહાણ, સુનિલ ભરતકુમાર મહંતો, જીતેન્દ્ર સ્વામિનાથ ચૌહાણ અને અરવિંદભાઈ જયરામભાઈ ચૌહાણ નામના મજૂરોને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. જેમાં અરવિંદ નામના મજૂરનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યું થયું હોવાનું સામે આવ્યું છે.

ટેકનિકલ કારણોસર બ્લાસ્ટ આ કંપનીમાં બ્લાસ્ટ થતાં બનાવ વખતે ભઠ્ઠી ઓપરેટર (Parva Metal Processing Co Furnace Operator) અભીમન્યુ જગદીશ ચૌહાણ હાજર હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ વરસાદના કારણે સ્ક્રેપ પલળેલ હોવા છતા ભઠ્ઠીનું ટેમ્પરેચર કે પાણી કે જરૂરી ચકાસણી કર્યા વગર ઇલેક્ટ્રિક સેન્સર વાળી ભઠ્ઠીમા સ્ક્રેપ નાખતા કોઈ ટેકનિકલ કારણોસર બ્લાસ્ટ થયો (Blast in technical reasons electric sensor furnace) હોવાનું સામે આવ્યું છે.

દુર્ઘટનાનું ચોક્કસ કારણ FSLની મદદ જાણવા આ બ્લાસ્ટમાં 11 જેટલા મજૂરો ઘવાયા હતા. આ તમામને રાજકોટ ગીરીરાજ હોસ્પીટલમાં (Rajkot Giriraj Hospital) સારવાર માટે મોકલી ઈજાગ્રસ્ત અરવિંદ જયરામ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી અભીમન્યુ તેમજ તપાસમાં ખુલે તેઓની વિરુદ્ધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી લોધીકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. FSLની મદદ મેળવી દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરાઇ છે.

Last Updated : Sep 13, 2022, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.