- રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો
- હોમ આઈસોલેશનવાળા દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા
- જયદીપ ઓક્સિજન એજન્સીને ઓક્સિજન દર્દીઓ માટે અનામત રાખવાનું જણાવાયું
રાજકોટઃ જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી ઓક્સિજનની માગ અને વપરાશમાં વધારો થયો છે. આ માગને કારણે કોવીડ -19ના પોઝિટિવ દર્દીઓ કે જે હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે તેઓને ઓક્સિજનના સીલીન્ડર મેળવવામાં કોઇ પણ મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યામોહને ખાસ હુકમ કરી રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે આવેલા જયદીપ ઓક્સિજન એજન્સીને જિલ્લાના હોમ આઇસોલેશન વાળા કોવીડ-19ના દર્દીઓ માટે અનામત રાખવાનું ઠરાવ્યું છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં જ 66 કોરોના દર્દીઓના મોત
જયદીપ ઓક્સિજન એજન્સીને ઓક્સિજનનો જથ્થો પુરો પાડવા જણાવાયું
રાજકોટ જિલ્લામાં હોમ આઈસોલેશનમાં રહીને કોવીડ-19ની સારવાર લેતા ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીને જરૂર પડ્યે જયદીપ ઓક્સિજન એજન્સી, કેપ્ટન ગેઇટ, શાપર- વેરાવળ ખાતેથી મેળવવા અને સદર યુનીટે ઓક્સિજનનો જથ્થો પુરો પાડવા હુકમ કર્યો છે. આ હુકમનો અનાદર કરનારા કે ભંગ કરનારા વ્યક્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005 તેમજ એપેડેમિક ડીસીઝની જોગવાઇઓ અનુસાર શિક્ષાને પાત્ર થશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુરુવારે રાજકોટની કેટલીક ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો હોવાની વ્યાપક ફરિયાદો આવી હતી. જેને લઈને કલેક્ટર દ્વારા તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવ્યો છે.