ETV Bharat / city

ઓક્સિજન લિક્વિડ ટેન્કર રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ, BAPS દુબઈથી આવ્યું ટેન્કર

author img

By

Published : Jun 4, 2021, 3:34 PM IST

દુબઈથી મંગાવવામાં આવેલા ઓક્સિજન લિક્વિડ ટેન્કરને સ્વામિનારાયણ સંસ્થાએ રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કર્યું હતું. કોરોનાની બીજી લહેર દરમિયાન સામાજિક જવાબદારીના ભાગરુપે દુબઈ BAPS દ્વારા આ ટેન્કર મોકલવામાં આવ્યું હતું જેને આજે અર્પણ કરાયું છે.

ઓક્સિજન લિક્વિડ ટેન્કર રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ, BAPS દુબઈથી આવ્યું ટેન્કર
ઓક્સિજન લિક્વિડ ટેન્કર રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ, BAPS દુબઈથી આવ્યું ટેન્કર
  • રાજકોટ BAPSએ ઓક્સિજન લિક્વિડ ટેન્કર અર્પણ કર્યું
  • દુબઈથી મોકલવામાં આવેલું 22 મેટ્રિક ટન ઓક્સિજન ટેન્કર
  • રાજકોટ સિવિલ હોસ્પિટલને કોરોના દર્દીઓના લાભાર્થે અર્પણ કરાયું

    રાજકોટઃ કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની ખૂબ જરૂરિયાત રહી હતી. ત્યારે વિવિધ સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ઓક્સિજનના સિલિન્ડર નિઃશુલ્ક દાનમાં આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ પણ આ સેવા શરૂ કરી હતી. જેના ભાગરૂપે આજે દુબઈ ખાતેથી સ્વામિનારાયણ મંદિરમાંથી 22 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ રાજકોટ ખાતે આવી પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

    22 મેટ્રિક ટન ઓક્સિજન ટેન્કર અપર્ણ

    કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જેમાં સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને બેડ પણ મળતા ન હતા. તેવા સમય દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ઓક્સિજન સિલિન્ડર, દવાઓ સાથે સેનેટાઈઝર અને માસ્ક સહિતની સેવાઓ શરૂ કરી હતી. જેમાં સ્વામિનારાયણ સંસ્થા પણ જોડાઈ હતી. ત્યારે દુબઈ સ્થિત સ્વામિનારાયણ મંદિરેથી આજે 22 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ટેન્કર રાજકોટ ખાતે મોકલવામાં આવ્યું હતું. જેને આ સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલની અર્પણ કરવામાં આવ્યું.
    દુબઈ BAPS દ્વારા આ ટેન્કર મોકલવામાં આવ્યું હતું

આ પણ વાંચોઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખેડા જિલ્લામાં 21 કોન્સન્ટ્રેટર મશીન અર્પણ

ગુજરાતના શહેરોમાં પહેલાં પણ આપ્યાં ઓક્સિજન લિક્વિડ ટેન્કર

રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અપૂર્વમુનિ સ્વામી જણાવ્યું હતું કે દુબઈ સ્વામિનારાયણ મંદિર ખાતેથી ઓક્સિજન લીકવિડ ટેન્કર બીજા ચરણમાં રાજકોટ આવ્યું છે. જ્યારે અગાઉ પ્રથમ ચરણમાં અમેરિકા, ઓસ્ટ્રેલીયા અને આફ્રિકા ખાતેથી ઓક્સિજન લિક્વિડ ટેન્કર આવ્યા હતા. જે ગુજરાતના અલગ-અલગ શહેરમાં પહોંચાડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધારપુર હોસ્પિટલમાં 8 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન અર્પણ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.