ETV Bharat / city

Outbreak of dengue: રાજકોટમાં દિવાળી તહેવાર દરમિયાન ડેન્ગ્યુના 46 કેસ સામે આવ્યાં

દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોય તેમ નવા કેસમાં ઉછાળો આવ્યો છે. જેમાં ગત અઠવાડિયામાં ડેન્ગ્યુના ( Outbreak of dengue ) 46 જેટલા કેસ રાજકોટ મહાનગરપાલિકાના ( Rajkot Corporation ) ચોપડે નોંધાયા છે. સાથે મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાએ પણ તંત્રની ચિંતા વધારી છે.

Outbreak of dengue: રાજકોટમાં દિવાળી તહેવાર દરમિયાન ડેન્ગ્યુના 46 કેસ સામે આવ્યાં
Outbreak of dengue: રાજકોટમાં દિવાળી તહેવાર દરમિયાન ડેન્ગ્યુના 46 કેસ સામે આવ્યાં
author img

By

Published : Nov 10, 2021, 7:31 PM IST

  • રાજકોટ શહેરમાં ડેન્ગ્યૂના 46 કેસ સામે આવ્યા
  • રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
  • છેલ્લા બે દિવસમાં કોરોનાના 6 કેસ પણ સામે આવ્યા

રાજકોટઃ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ડેન્ગ્યૂ કેસોમાં વધારો ( Outbreak of dengue ) જોવા મળ્યો છે. જ્યારે એક ચિકનગુનિયા અને 3 મેલેરિયાના કેસ પણ નોંધાયા છે. આ આંક 1 નવેસરથી 7 નવેમ્બર સુધીના છે એટલે કે દિવાળીના તહેવાર દરમિયાનના છે. જ્યારે મનપાના ( Rajkot Corporation ) આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં મચ્છરજન્ય રોગમાં ઘટાડો થાય તે માટે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. જ્યારે દિવાળી બાદ રાજકોટમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 6 કેસ પણ સામે આવ્યા છે.

ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ 319 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વધુ વકર્યો છે. જ્યારે શહેરમાં ડેન્ગ્યુના ચાલુ વર્ષના કેસ જોઈએ તો 319 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. આ સાથે જ ચાલુ વર્ષે મેલેરિયાના 48 અને ચિકનગુનિયાના 22 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરમાં કુલ 46,621 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 4680 ઘરોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી. આમ દિવાળીના તહેવાર દરમિયાન પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સત્તત કામગીરી કરવામાં આવી હતી.

મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાએ પણ તંત્રની ચિંતા વધારી

દર વર્ષે ઓક્ટોબર- નવેમ્બર ડેંગ્યુની પિક: કમિશનર

રાજકોટમાં ડેંગ્યુને કેસમાં વધારો ( Outbreak of dengue ) થતાં મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે દર વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં ડેન્ગ્યુના રોગની પિક આવતી હોય છે. જ્યારે મહાનગરપાલિકાની ( Rajkot Corporation ) આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સત્તત વિવિધ વિસ્તારમાં જ્યાં વરસાદી પાણીનો નિકાલ નથી ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે ડોર ટુ ડોર રૂટિન સર્વે પણ વધારવામાં આવ્યો છે. તેમજ રાજકોટના વોર્ડ નંબર 12, 18 અને 15 નંબર જ્યાંથી આ કેસ વધુ પ્રમાણમાં આવ્યા છે ત્યાં પણ વધારાનો સ્ટાફ રાખીને સત્તત કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Epidemic: બનાસકાંઠા જિલ્લામાં ઋતુગત રોગચાળાનું પ્રમાણ વધ્યું, આરોગ્યતંત્ર સળવળ્યું

આ પણ વાંચોઃ દિવાળીમાં 108ની વિશિષ્ટ કામગીરી, 201 મળી કુલ 600થી વધુ કેસમાં બન્યા મદદરૂપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.