વેપોરાઈઝરનું મશીન રાજકોટની સિવિલમાં ઇન્સટોલેશન કરવામાં આવ
ઓક્સિજનની વપરાશને લીધે હાલ એક મશીન પર ખૂબ બર્ડન રહે છે
હોસ્પિટલ તંત્ર દ્વારા બીજા વેપોરાઇઝરની જરૂરિયાત અંગે સરકારમાં દરખાસ્ત
રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી તેમજ વહીવટીતંત્ર રાજકોટની દરખાસ્ત પર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરીને રાજ્ય સરકાર દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે વેપોરાઈઝર મશીન મંજુર કરવામાં આવ્યું છે. આગામી ગણતરીના દિવસોમાં આ મશીનનું ઇન્સટોલેશન કરવામાં આવશે.
લિક્વિડ ઓક્સિજનને ગેસ ઓક્સિજનમાં કરે છે કન્વર્ટ
વેપોરાઈઝર લિક્વિડ ઓક્સિજનને ગેસ ઓક્સિજનમાં કન્વર્ટ કરવામાં અગત્યનું કામ કરે છે. ઓક્સિજનનો વધારે વપરાશ હોય ત્યારે જો એક જ વેપોરાઇઝર મશીન હોય તો તેના પર બરફ જામી જાય છે અને કામની ગુણવત્તા પર અસર ન થાય તે માટે સતત પાણીનો છંટકાવ અથવા તો બરફ દૂર કરવાનું મેન્યુઅલી કામ કરવું પડે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધારે હોવાથી સ્વભાવિક રીતે વધારે ઓક્સિજનની વપરાશને લીધે હાલ એક મશીન પર ખૂબ બર્ડન રહે છે.
કલેક્ટર દ્વારા સરકારમાં કરાઈ હતી દરખાસ્ત
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની કામગીરી સંભાળતા ડો. જે. કે. નથવાણીએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ હોસ્પિટલ તંત્ર દ્વારા બીજા વેપોરાઇઝરની જરૂરિયાત અંગે સરકારમાં દરખાસ્ત કરવામાં આવતા મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા રાજકોટની જરૂરિયાતને ધ્યાને લઇને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી છે.