- આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મ દિવસ
- રૂપાણી પહોંચ્યા વજુબાપાને મળવા
- રાજકોટમાં અનેક કાર્યક્રમનો કરશે લોકાર્પણ
રાજકોટ: રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani)નો આજે (સોમવારે) 65મો જન્મદિવસ છે. સીએમ રૂપાણી આજે પોતાની જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટની મુલાકાતે છે. આજે વહેલી સવારે તેઓએ ધ્યાન શંકર પ્રગટેશ્વસ મહાદેવના આશીર્વાદ મેળવીને દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ કર્ણાટકના પૂર્વ ગવર્નર અને સંઘના પાયાના કાર્યકર્તા એવા વજુબાપાના આશીર્વાદ લેવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં વજુબાપા સાથે તેઓએ મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. જ્યારે રાજકોટમાં વિજય રૂપાણીના આજે દસ જેટલા વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં તેઓ વિશેષ હાજરી આપવાના છે.
પીઢ નેતા હવે રાજકોટમાં હોય કાર્યકર્તાઓમાં ઉત્સાહ: સીએમ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વજુભાઈ વાળા સાથે મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું હતું કે વજુબાપાએ સંઘના પાયાના કાર્યકર્તા રહ્યા છે. ત્યારે અત્યાર સુધી તેઓએ કર્ણાટકનો પોતાના રાજ્યપાલનો કાર્યભાર સંભાળ્યો હતો હવે તે પૂર્ણ કરી વજુબાપા રાજકોટ આવ્યા છે. ત્યારે રાજકોટમાં હવે દિગ્ગજ નેતા રહેવાના કારણે હવે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળશે. તેમજ વજુબાપા ભાજપના માર્ગદર્શક પણ બની રહેશે. સીએમ રૂપાણીએ વધૂમાં જણાવ્યું હતું કે વજુબાપાને વિવિધ સ્વરૂપમાં આપણે જોયા છે. ત્યારે તેઓ હવે સંગઠનમાં રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. વજુબાપા કોઈ દિવસ રિટાયર્ડ થયા નથી અને થશે પણ નહીં. તેવું વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Happy Birthday CM Vijay Rupani : મુખ્યપ્રધાનનો આજે 66મો જન્મદિવસ, વજુબાપાના આશીર્વાદ લીધા
મારે ભાજપને આગળ વધારવું છે- વજુભાઇ સીએમ
સીએમ રૂપાણીની મુલાકાત બાદ વજુભાઈ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સંઘની પ્રણાલી રહી છે કે કોઈપણ સંઘના સિનિયર નેતા જિલ્લામાં હોય ત્યારે તેને તેના સારા નરસા પ્રસંગે આશીર્વાદ લેવા માટે નેતાઓ અને સંગઠનના મંત્રીઓ આવતા હોય છે. જેના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજય પણ આજે જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. જ્યારે આ મુલાકાત દરમિયાન વજુભાઇએ જણાવ્યું હતું કે સીએમ સાથે 2022ની ચૂંટણીની કોઈ વાત જ નથી થઈ. જ્યારે કોંગ્રેસના સફાયા અંગે વજુબાપાએજણાવ્યું હતું કે મારે કોઈનો સફાયો કરવા નથી પરંતુ મારે ભાજપને આગળ વધારવું છે.
આ પણ વાંચો : આજે ગાંધીનગરનો 57મો જન્મદિવસ, 21 સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ 35 જગ્યાઓ પર કરાશે ઉજવણી
સીએમ રૂપાણી વિવિધ કાર્યક્રમો આપશે હાજરી
વિજય રૂપાણી આજે રાજકોટમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરવાના છે. ત્યારે તેઓ વિવિધ લોકાર્પણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમજ બપોરે દિવ્યાંગ બાળકો સાથે ભોજન પણ લેવાના છે. જ્યારે પોલીસના બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપશે અને ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજવાના છે. આમ 10 જેટલા વિવિધ કાર્યક્રમમાં વિજય રૂપાણી હાજરી આપવાના છે.