- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 10 વેપારીઓને નોટિસ
- કાર્બાઈડથી ફળ પકાવતા હતા
- કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે, છતાં તેનો બેફામ ઉપયોગ
રાજકોટ: આજરોજ રવિવારે રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા આસમીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન 10 આસામીઓને નોટિસ, 18 પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો તેમજ 180 કિ.ગ્રા. કેલ્શિયમ કાર્બાઇડથી પકાવેલા ચીકુ નાશ કર્યા હતા. ઉનાળાની ઋતુમાં કેરીનું વેચાણ વધી જતું હોય છે. વધુ નફો લેવા માટે કેરી બગીચામાંથી વહેલી તોડી બજારમાં કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે. કેલ્શિયમ કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે આમ છતાં તેનો બેફામ ઉપયોગ કરી કેરી પકવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કોરોનાની સાથે-સાથે ફળોના ભાવમાં પણ થયો વધારો
ચેકીંગ દરમિયાન આસામીઓને નોટિસ આપવામાં આવી
ચેકીંગ દરમિયાન આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં કિસ્મત ફ્રુટ, છોટુનગર (180 કિ. ગ્રા. કાર્બાઇડથી પકવેલ ચીકુનો નાશ અને 1,000ની પેનલ્ટી), કે. બી. ફ્રૂટ્સ, છોટુનગર, સતનામ ફ્રુટ, શ્રાવ્ય સ્ટોર, રાધે સિઝન સ્ટોર, રાધે સિઝન સ્ટોર, રામનાથ ફ્રુટ, કુળદેવી ફ્રુટ, જય માતાજી ફ્રુટ અને જલારામ ફ્રૂટ ખાતે નોટિસ આપવામાં આવી હતી.
દુકાનોમાંથી 18 પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો
કૃત્રિમ રીતે કેમિકલથી પકાવેલી કેરી ત્રણથી ચાર દિવસમાં પાકતી હોવાથી વેપારીઓને વેચાણમાં ફાયદો થાય છે.
કેલ્શિયમ કાર્બાઈડવાળી કેરી ખાવાથી લોકોને ભારે નુકસાન થાય છે. હાલની સ્થિતિએ કેરી પકવતા આસામી દ્વારા FSSAI માન્ય ઇથેપીયોન પાવડર અને ઈથીલીન ગેસનો ઉપયોગ થતો જોવા મળેલ છે. દુકાનોમાંથી 18 પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો તેમજ 180 કિ.ગ્રા. કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલા ચીકુ નાશ કરવામાં આવ્યા હતા.