- રાજકોટના શિક્ષક બન્યા મ્યૂઝિક થેરાપીસ્ટ
- કોવિડ કેર સેન્ટરમાં વગાડે સંગીત
- દર્દીઓ ભૂલ્યાં દર્દકોવિડ કેર સેન્ટરમાં મ્યૂઝિક થેરાપી
રાજકોટ: શહેરના એક શિક્ષકે સ્કૂલ(School) બંધ હોવાથી સમરસ કોવિડ કેર સેન્ટર(Covid Care Centre)માં મ્યૂઝિક થેરાપી(Music therapy) શરૂ કરી છે. જેના કારણે છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગી રહી છે. આ શિક્ષક પહેલા કોરોના(Corona)ના દર્દીઓ અને હવે મ્યુકર માઈકોસીસ(Mucker mycosis)ના દર્દીઓને મ્યુઝિક થેરાપી(Music therapy) આપે છે. કાઉન્સેલિંગ ટીમના સભ્ય મેહુલ વાઘેલાની કાઉન્સેલિંગ અને સંગીતની સફર ખુબ રસપ્રદ છે. તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ(School) બંધ હોવાથી કોઈ કામ હોતું નહીં. એટલે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું છે. દર્દીઓની સંભાળ દરમિયાન તેમના પિતાને તે ગીત ગાઈ સંભળાવતા હતા. પિતાને ગીત ગાઈને સંભળાવતા મેહુલ સમરસ હોસ્પિટલ નિયુક્ત પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ધ્યાને આ વાત આવતા તેમણે મેહુલ અંગે વધુ જાણકારી મેળવી હતી. મેહુલની ગીતસંગીતની સાધના જોઇને અને તેમને મેહુલને કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી(Music therapy) આપવાનું નવું કામ સોંપ્યું.
આ પણ વાંચોઃ કોરોનાને હરાવવામાં ઉપયોગી છે મ્યૂઝિક થેરાપી, રાગ માલકૌંસમાં આ મંત્રજાપથી ફાયદો થશે
મેહુલ દર્દીઓના મનપસંદ ગીતો ગાઈ સંભળાવે
મેહુલને તો ‘ભાવતું હતું ને વૈદે કહ્યું’ જેવી સુખદ પરિસ્થિતિ ઉભી થઈ છે. બસ પછી તો મેહુલનું કામ રોજ-બરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું થયું. દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમીને તેમનું દર્દ ભુલાય જાય છે. દર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે છે, જે મેહુલ પુરી કરે છે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે છે. તેમની કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ છે. મેહુલના આ કામમાં અન્ય સ્ટાફ નર્સ(Nurse) અને અટેન્ડેન્ટ પણ સાથોસાથ તેમનો ગાવાનો શોખ પૂરો કરી લે છે.

કોરોના પહેલા સંગીત શિક્ષક તરીકે બજાવતા ફરજ
મેહુલ કોરોના પૂર્વે રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલ(School)માં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતા, પરંતુ લોકડાઉન(Lockdown)ને કારણે સ્કૂલ બંધ થઈ જતા તેમને સમરસમાં આ કામગીરી કરવા મળી છે. મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કિ-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે છે. મેહુલે તબલામાં 4 વર્ષનો કોર્ષ કર્યો છે અને લાઈવ પર્ફોમન્સ(Live Perfomance) આપે ત્યારે 3 કલાક જેટલો સમય ગીતો ગાઈ શકે છે. તેમના ફેવરિટ સિંગર સોનુ નિગમ(Sonu Nigam) છે, જયારે ભજનોમાં શ્રીનાથજીના સહિત અનેક ભજનો તે ગાઈ શકે છે.
આ પણ વાંચોઃ સંગીત થેરાપી દ્વારા કોરોના વોરિયર્સનો સ્ટ્રેસ ઘટાડતી અમદાવાદની કિશોરી પ્રીથવિકા
PPE કીટ સાથે માસ્ક અને ગીતાર વગાડીને ગીતો ગાય
PPE કીટ અને માસ્ક પહેરી પહેલા તો ગીત ગાવામાં અને ગિટાર વગાડવું ફાવતું નહીં, પરંતુ ધીરે ધીરે ફાવી ગયું અને હવે કોઈ જ મુશ્કેલી વગર શાનદાર પર્ફોમન્સ(Perfomance) મેહુલ આપી શકે છે. સમરસ કોવિડ સેન્ટર(Covid Centre) ખાતે આવનારા દિવસોમાં દર્દીઓ રહે કે ના રહે પણ સમરસમાં મેહુલના ગીતની ધૂન ગુંજતી રહેશે.