- રાજકોટમાં હત્યાની ઘટના CCTVમાં કેદ થઈ
- 2 અજાણ્યા વ્યક્તિઓએ કરી હત્યા
- પોલીસે CCTVના આધારે કરી તપાસ શરૂ
રાજકોટ: રંગીલા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલા થોરાળામાં હત્યાનો બનાવ બન્યો હતો. બે વ્યક્તિઓ બાઈકમાં અચાનક ઘસી આવ્યા હતા અને વિસ્તારમાં જ બેઠેલા 30 વર્ષીય યુવક વિજય મેર નામના યુવાનને ઢોરમાર મારવા લાગ્યા હતા. ત્યારબાદ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કૅમેરા કેદ થાઇ છે. જેને લઇને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
યુવાનની હત્યા CCTV કેમેરામાં થઈ કેદ
શહેરના ઉપલાકાંઠા આવેલા થોરાળા વિસ્તારમાં કનકનગર સોસાયટી નજીકનું આ બનાવ છે. જેમાં સવારના સમયે વિજય મેર નામનો યુવાન વિસ્તારમાં બેઠો હતો. તે સમય દરમિયાન અચાનક બે ઈસમો બાઈક ઉપર હથિયાર સાથે આવી પહોંચ્યા હતા. તેમજ વિજય નામના યુવાન પર હુમલો કર્યો હતો. જ્યારે વિજય વળતો પ્રહાર કરે તે પહેલા જ ઈસમોએ ધરી વડે તેના ઉપર હુમલો કરીને તેની હત્યા કરી હતી.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC Billને આપી લીલી ઝંડી, હવે રાજ્યો જાતે જ OBC List બનાવી શકશે
હત્યા બાદ આરોપીઓ ફરાર
30 વર્ષીય વિજય મેર નામના યુવાનની હત્યા કરીને બે ઈસમો નાસી છૂટયા હતા. જ્યારે વિસ્તારમાં હત્યા થઇ હોવાની વાત સામે આવતા પોલીસ કાફલો પણ સ્થળે પહોંચ્યો હતો અને CCTV કેમેરામાં કેદ થયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ યુવાનની હત્યા ક્યા કારણોસર હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આજે સતત ત્રીજા દિવસે ડીઝલની કિંમત 20 પૈસા ઘટી, પેટ્રોલની કિંમત આજે 34મા દિવસે પણ સ્થિર