ETV Bharat / city

રાજકોટમાં 80 ટકાથી વધુ રેસ્ટોરન્ટ, રીસોર્ટ અને હોટેલ પાસે ફાયર NOC નથી, નોટિસ અપાઈ

રાજકોટમાં 80 ટકાથી વધુને રેસ્ટોરન્ટ, રીસોર્ટ અને હોટેલધારકો પાસે ફાયર NOC નથી. આ સંદર્ભે કોર્પોરેશનના સત્તાવાળાઓએ ખાસ યાદી તૈયાર કરીને નોટિસો પાઠવવાનું શરુ કર્યું હતું.

રાજકોટમાં 80 ટકાથી વધુ રેસ્ટોરન્ટ, રીસોર્ટ અને હોટેલ પાસે ફાયર NOC નથી, નોટિસ અપાઈ
રાજકોટમાં 80 ટકાથી વધુ રેસ્ટોરન્ટ, રીસોર્ટ અને હોટેલ પાસે ફાયર NOC નથી, નોટિસ અપાઈ
author img

By

Published : Aug 17, 2021, 6:05 PM IST

  • 80 ટકાથી વધુ રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને હોટેલ પાસે ફાયર NOC નથી
  • આવી બિલ્ડિંગ્ઝ સામે રાજકોટ ફાયર વિભાગની કામગીરી
  • 329 હોટલ- રેસ્ટોરન્ટનું લિસ્ટ તૈયાર કરી નોટિસ અપાઈ

    રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા 80 ટકાથી વધુને રેસ્ટોરન્ટ, રીસોર્ટ અને હોટેલધારકો પાસે ફાયર NOC નહીં હોવાનું સામે આવ્યું છે. આ બાબત ત્યારે સામે આવી કે જ્યારે સરકાર દ્વારા કોરોના દરમિયાન વિવિધ હોટલ રેસ્ટોરન્ટ, રીસોર્ટ સહિતના એકમોને મિલકત વેરા માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને જેથી રાજકોટ વેરા વિભાગ દ્વારા મનપાની હદમાં આવેલ 329 હોટલ રેસ્ટોરન્ટનું લિસ્ટ તૈયાર કરી તપાસ હાથ ધરતાં 80ટકા હોટલ-રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસી ન હોવાનું તેમજ ફાયર સેફટીના સાધનો પણ એકસપાયરી ડેટવાળા હોવાનું બહાર આવ્યું હતું. જેની સામે ફાયર વિભાગ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવનાર છે.

    95ટકા શાળાઓએ ફાયર NOC મેળવી લીધા
    રાજકોટમાં આવેલી 540થી વધુ ખાનગી શાળાઓ પૈકી 9 મીટરથી ઓછી ઉચાઈ ધરાવતી 90થી વધુ શાળાઓને ફાયર NOC માંથી મુકિત આપવામાં આવી છે. જ્યારે બાકી રહેતી મોટાભાગની શાળાઓના સંચાલકે ફાયર એનઓસી માટે અરજી કરી છે. તેમને છેલ્લા 15 દિવસમાં તપાસ કર્યા બાદ 95ટકા શાળાઓને ફાયર NOC આપી દેવામાં આવી છે. જેને લઈને આગામી દિવસોમાં શાળાઓ અને કોલેજોમાં આગની મોટી ઘટનાઓ ટાળી શકાશે.

    હોસ્પિટલમાં સઘન ચકાસણી શરૂ કરાઇ

    રાજકોટમાં અગાઉ શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને પગલે 6 લોકોના જીવ ગયાં હતાં. જેને લઈને મનપા દ્વારા ખાસ કરીને હોસ્પિટલોમાં ફાયર NOC અને ફાયર સેફ્ટીના સાધનો બાબતે ચકાસણીનું કામ હાથ ધર્યું હતું. રાજ્યસરકારની ગાઈડલાઈન અને બાદ ચેકિંગ કામગીરી કડક બનાવીને તમામ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી. જેને લઇને હાલ રાજકોટની મોટાભાગની હોરિપટલોએ ફાયર એનઓસી માટે અરજી કરી દીધી છે.
ચીફ ફાયર ઓફિસર દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે

રેસ્ટોરન્ટ, હોટેલો અને રીસોર્ટધારકોને નોટિસ: ચીફ ફાયર ઓફિસર

રાજકોટમાં 80 ટકાથી વધુ રેસ્ટોરન્ટ, રીસોર્ટ અને હોટેલ ધારકો પાસે ફાયર NOC નહી હોવાને લઈને ઇટીવી ભારત સાથેની વાતચીતમાં મનપાના ચીફ ફાયર ઓફિસર દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ નોટિસો પણ ફટકરવામાં આવી છે. જે મુજબ હોટેલ, રેસ્ટોરન્ટ અને રીસોર્ટધારકો કામ નહીં કરે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજકોટની જીવાદોરી સમાન આજીડેમમાં 5 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી

આ પણ વાંચોઃ રાજકોટમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનશે, 8 કરોડનો ખર્ચ, 10 ગેમ્સ એક સાથે રમાશે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.