ETV Bharat / city

રંગીલા રાજકોટમાં 6 હજાર કરતા વધુ શ્વાનોનું ખસીકરણ કરાયું - શ્વાનોનું ખસીકરણ કરાયું

મહાનગરપાલિકા શહેરીજનો શ્વાનોના આક્રમણથી બચી શકે તે માટે પ્રતિ વર્ષ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. રાજકોટ મનપાએ અંદાજીત 6 હજાર કરતા વધુ શ્વાનોને પકડીને તેનું ખસીકરણ કરીને તેને મુક્ત કરવામાં આવ્યા છે. ખસીકરણ એટલે શ્વાનોની વસતીમાં નિયંત્રણ આવે માટે મનપા દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને જુદી જુદી એજન્સીઓને શ્વાનના ખસીકરણ માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે.

rajkot
રાજકોટ
author img

By

Published : Oct 7, 2020, 10:08 AM IST

રાજકોટ: મહાનગરપાલિકામાં ખાસ કરીને મુખ્ય સમસ્યા જોવા મળતી હોય તો તે છે શ્વાનની સમસ્યા. રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ આ સમસ્યા હાલ સામાન્ય બની છે. જેને લઈને ETV ભારત દ્વારા રાજકોટમાં ગ્રાઉન્ડ લેવલે શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે રાજકોટમાં શ્વાન પકડીને તેનું ખસિકરણ કરવાની કામગીરી વર્ષ 2008થી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભાવનગરમાં શ્વાનની સંખ્યા બમણી, સાત વર્ષથી ખસીકરણ નહીં

તેમજ છેલ્લા બે વર્ષમાં રાજકોટ મનપા દ્વારા અંદાજીત 6 હજાર કરતા વધુ શ્વાનોને પકડીને તેનું ખસીકરણ કરીને તેને મુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યત્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એજન્સી મારફતે આ કામ કરાવવામાં આવે છે.તેઓ આ કામગીરીમાં વ્યવસ્થિત રીતે કરે છે કે કેમ તેનું સુપરવિઝન કરવામાં આવે છે.

આ પણ વાંચો : વાપી પાલિકા વિસ્તારમાં 10 હજાર જેટલા રખડતા શ્વાનોની ખસીકરણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ

એજન્સીના માણસો શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને શ્વાનને પકડે છે. તેમજ આ શ્વાનને કેર સેન્ટરમાં લઇ જઇને ત્યાં તેનું ખસિકરણ એટલે કે વ્યંધ્યત્વનું ઓપરેશન કરે છે અને ત્રણ દિવસ સુધી આ શ્વાનને અહી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યું હોય ત્યા ફરી છોડવામાં આવે છે. આવી જ રીતે જ્યારે કોઈ પણ વિસ્તારમાંથી શહેરીજનો દ્વારા કોર્પોરેશનને ફોન કરવામાં આવે છે. ત્યારે પણ કોર્પોરેશનની ટીમ આ વિસ્તારમાં જઈને શ્વાનને પકડે છે અને તમામ કામગીરી હાથધરે છે.

રંગીલા રાજકોટમાં શ્વાનનો ત્રાસ, શહેરમાં 6 હજાર કરતા વધુ શ્વાનોનું ખસિકરણ કરાયું

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસર ડો. બી.આર જાકાસણીયાએ ETV ભારતને જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મોટાભાગના શ્વાન આજુબાજુના વિસ્તારમાંથી આવતા હોય છે. જેથી શ્વાનની સમસ્યા વધુ જોવા મળે છે પરંતુ મનપા દ્વારા દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી શ્વાન પકડવાની કામગીરી ચાલુ જ રાખવામાં આવે છે.

જ્યારે વિસ્તારમાં શ્વાન હેરાન કરતા હોવાના ફોન અંગે તેમને જણાવ્યું હતું કે, અંદાજીત 500 જેટલા કોલ આ પ્રકારના જોવા મળ્યા છે. જ્યારે શહેરના કોઈપણ વિસ્તારમાંથી કોલ આવે એટલે એજન્સીના માણસો ત્યાં પહોંચી જાય છે. તાત્કાલિક શ્વાનને પકડવાની કામગીરી હાથધરે છે. રાજકોટમાં હાલ સેન્ટર ઝોન કચેરી મારફતે આ કામગીરી કરવામાં આવે છે.

આ પણ વાંચો : ભરૂચમાં શ્વાનનો આતંક, 14 દિવસમાં કરડવાના 162 બનાવ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.