ETV Bharat / city

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કરાયા 2 લાખથી વધુ RT-PCR ટેસ્ટ - Civil Hospital Rajkot

રાજકોટની સિવિલ હોસ્પિલટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી કોવિડ-19 RT-PCR લેબોરેટરી જાણે કોવિડ હોસ્પિલટલનું હૃદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે. રાજકોટની સિવિલની આ લેબ દ્વારા માર્ચ 2020થી અત્યાર સુધીમાં 2,04,072 RT-PCR રીપોર્ટ કરવામાં આવ્યાં છે. માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી આ લેબ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કરાયા 2 લાખથી વધુ RT-PCR ટેસ્ટ

author img

By

Published : May 7, 2021, 9:56 PM IST

  • દર્દી કોરાના પોઝિટિવ છે કે કેમ તેના નિદાન માટે RT-PCR ટેસ્ટ રીપોર્ટ હોય છે અગત્યનો
  • માર્ચ 2020થી અત્યાર સુધીમાં 2,04,072 RT-PCR રીપોર્ટ કરવામાં આવ્યાં છે
  • આ લેબમાં અંદાજે દૈનિક 2500થી 3000 કોરાના અંગેના નમુનાની કરાઈ છે ચકાસણી

રાજકોટ: દર્દી કોરાના પોઝિટિવ છે કે કેમ તેના નિદાન માટે RT-PCR ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિલટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી કોવિડ-19 RT-PCR લેબોરેટરી જાણે કોવિડ હોસ્પિલટલનું હૃદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે. વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે કે નેગેટિવ આવે તે રિપોર્ટ આવ્યા બાદ જ ડૉક્ટર્સની ભૂમિકા શરૂ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શક્ય બને અને આ કામ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં આવેલી માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કાર્યરત RT-PCR લેબોરેટરીના તબીબ અને ટેકનિશિયન સ્ટાફ જીવના જોખમે કરી રહ્યો છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કરાયા 2 લાખથી વધુ RT-PCR ટેસ્ટ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કરાયા 2 લાખથી વધુ RT-PCR ટેસ્ટ
અત્યાર સુધીમાં 2,04,072 RT-PCR ટેસ્ટ કર્યારાજકોટની સિવિલની આ લેબ દ્વારા માર્ચ 2020થી અત્યાર સુધીમાં 2,04,072 RT-PCR રીપોર્ટ કરવામાં આવ્યાં છે. માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી આ લેબ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં કોરાના અંગેના નમુનાની RT-PCR મેથડથી ચકાસણી થાય છે. વર્ષ 2020 દરમિયાન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી. હાલમાં આ લેબમાં અંદાજે દૈનિક 2500થી 3000 કોરાના અંગેના નમુનાની ચકાસણી કરવામાં આવે છે.

આ પણ વાંચો- હાઇકોર્ટ: રાજ્ય બહારથી આવતા લોકો માટે 72 કલાકનો RTPCR ટેસ્ટ ફરજિયાત

પ્રક્રીયા પુર્ણ થતા આશરે 6થી 8 કલાક જેટલો લાગે છે સમય

RT-PCR લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે છે. સૌ પ્રથમ વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમમાં આવેલા સેમ્પલમાં વાઇરસને લાઇસીસ કરવાની પ્રકિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઇરસમાં રહેલા RNAને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ-અલગ કરેલા RNAને માસ્ટર મિક્સ ચેમ્બરમાં તૈયાર કરેલા રીએજન્ટમાં ઉમેરી COVID-19 વાઇરસ છે કે નહી તે જોવા માટે RT-PCR મશીનમાં 2 કલાક મુકવામાં આવે છે. RT-PCR મશીનમાં ગ્રાફ જોઇને આ વાઇરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. આ સમગ્ર પ્રક્રીયા પુર્ણ થતા આશરે 6થી 8 કલાકનો સમય લાગે છે.

લેબની ટીમ 24 કલાક રાઉન્ડ ધ કલોક કાર્યરત

આ સમગ્ર પ્રકીયા માટે બાયો સેફ્ટી કેબીનેટ કલાસ 2 એ, RT-PCR મશીન, માઈનસ 20 ડીગ્રી રેફ્રીજેરેટડ કન્ટ્રીફજ જેવા અતિ આધુનિક સાધનોની જરુર પડે છે. જે રાજ્ય સરકાર દ્વારા રાજકોટને ફાળવવામાં આવેલી છે. પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇન્ચાર્જ પ્રાધ્યાપક અને વડા ડૉ. જી. યુ. કાવઠિયાના જણાવ્યાં અનુસાર હાલમાં કોવિડ -19 ટેસ્ટીંગનું ભારણ ખુબ જ છે. ત્યારે આ લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડૉક્ટર્સ, લેબ ટેકનિશિયનો, વર્ગ- 4ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો એમ સમગ્ર લેબની ટીમ 24 કલાક રાઉન્ડ ધ કલોક દર્દીઓ માટે સેવા આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.