રાજકોટઃ શહેરમાં SRPF કેમ્પના જવાનોની સાથે તેમના પુત્રો પણ કોરોના વાઇરસની મહામારીનો રોકવામાં હાલ મહત્વનો ફાળો આપી રહ્યા છે. આ SRPF કેમ્પમાં એવા કેટલાય પરિવાર છે, જેના 2 કે તેનાથી વધુ સભ્યો ડૉક્ટર, મામલતદાર, તલાટી મંત્રી, ક્લાર્ક, શિક્ષક, સાથે પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર, PSI, ASI, કોન્ટેબલ, જેલ સિપાઈ તરીકે ગુજરાત રાજ્યમાં ફરજ બજાવી રહ્યા છે.
કેન્દ્રની વાત કરવામાં આવે તો કેન્દ્રમાં આર્મી, નેવી, એરફોર્સ, CISF, CRPFમાં પણ ફરજ બજાવી રહ્યા છે. આ તમામ લોકો હાલ દેશના વિવિધ રાજ્યમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે તેમના પિતા પણ ગુજરાતના વિવિધ શહેરમાં ફરજ બજાવી રહ્યા છે.
પિતા અને પુત્ર એક સાથે ફરજ બજાવતા હોય, તેવું પણ બન્યું છે. રાજકોટના માત્ર એક જ વિસ્તારમાંથી આટલી મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બાજવી રહેલા લાઈનબોયને પોતના પિતા પર ગર્વ થઇ રહ્યો છે. હાલ પોતના પિતા અને મિત્રોથી દૂર રહેલા આ કોરોના વોરિયર્સ માટે SRPF કેમ્પના મિત્રો દ્વારા તેમની કામગીરીને બિરદાવવા માટે ખાસ વીડિયો બનાવમાં આવ્યો છે. જેમાં પોતે SRPF કેમ્પના લાઈનબોય હોવાનો અને પોતે જે વિસ્તારમાંથી અલગ રહ્યા છે, તે વિસ્તાર પ્રત્યેની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું કે, એક વિસ્તારના 150થી વધુ લાઈનબોય પોતાના પિતાની સાથે ફરજ બજાવી રહ્યા છે અને કોરોનાને માત આપવા માટે વિવિધ કામગીરી કરી રહ્યા છે.