ETV Bharat / city

જેતપુરમાં શનિ-રવિ દુકાનો બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ - શનિ-રવિ સંપૂર્ણ બંધ

જેતપુરમાં શનિ-રવિ દુકાનો અને વેપાર ધંધા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આમાં, અમુક દુકાનો અડધા શટર ખૂલેલી જોવા મળી હતી. આ બાબતે, વિવિધ વેપારી મંડળો દ્વારા દુકાનો અને વેપાર ધંધા સ્વૈચ્છિક બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.

જેતપુરમાં શનિ-રવિ દુકાનો બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ

author img

By

Published : Apr 18, 2021, 8:27 AM IST

  • વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક વેપાર ધંધો બંધ કરવાની અપીલને મળ્યો મિશ્ર પ્રતિસાદ
  • વેપારીઓ દુકાનો બંધ કરીને પોતાની દુકાનો પાસે બેસતા જોવા મળ્યા
  • શનિ-રવિ સંપૂર્ણ બંધ અને સોમથી શુક્ર સવારના 8થી બપોરના 2 સુધી દુકાનો ખૂલ્લી રખાશે

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં વિવિધ વેપારી મંડળો અને સરકારી તંત્રના અધિકારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારી મંડળો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, સોમવારથી શુક્રવાર સુધી સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી જ વેપાર ધંધો કરવો અને અડધો દિવસ દુકાનો બંધ રાખવી. જેનાથી, બજારમાં લોકોની ભીડ ઓછી થાય અને કોરોના વાઇરસના સંક્રમનને અટકાવી શકાય. આ ઉપરાંત, એક એવી પણ અપીલ વેપારી મંડળો દ્વારા કરવામાં આવી હતી કે શનિવાર અને રવિવારે દુકાનો અને વેપાર ધંધો સંપૂર્ણ બંધ રાખવો.

જેતપુરમાં શનિ-રવિ દુકાનો બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ

આ પણ વાંચો: ભાવનગરમાં ચેમ્બર એસોસિએશનના સ્વયંભૂ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ

વેપારીઓના બંધને મિશ્ર પ્રતિસાદ

આ દરમિયાન, ETV ભારત દ્વારા ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરતા વેપારીઓ દ્વારા દુકાનો તો બંધ કરવામાં આવી હતી પણ વેપારીઓ દુકાનો બંધ કરીને પોતાની દુકાનો પાસે ટોળા વાળીને ઉભા જોવા મળ્યાં હતાં. આમ જોઈએ તો, વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો.

આ પણ વાંચો: જામનગરમાં ત્રણ દિવસના બંધના એલાનને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.