ETV Bharat / city

Personality Development Course: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ ભણશે નવો કોર્સ - Personality Development Course

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લઈને પર્સનાલિટી ડેવલપમેન્ટ (Personality Development Course) કોર્સની વાત સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના આચાર્યોની (Saurashtra University New course) બેઠક તેમજ કુલપતિ પ્રો. ગિરિશ ભીમાણીના અધ્યક્ષસ્થાને પર્સનાલિટી કોર્સને લઈને કેટલીક મહત્વ પુર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

Personality Development Course: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ ભણશે નવો કોર્સ

author img

By

Published : Jun 23, 2022, 10:38 AM IST

રાજકોટ : રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લઈને સારા (Saurashtra University New course) સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના આચાર્યોની બેઠક કુલપતિ પ્રો. ગિરિશ ભીમાણીના (Personality Development Course) અધ્યક્ષ સ્થાને મળી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લઈને પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સને લઈને વાત સામે આવી છે.

કોર્સને લઈને તાલીમ આપવામાં આવશે - તાજેતરમાં અમુક અંશે યુવા વર્ગમાં દિશા વિહીનતા અને હતાશા જોવા મળે છે. તેમજ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસનો અભાવ પણ જોવા મળે છે. જેને ધ્યાનમાં લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન દરેક કોલેજમાં ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ (IPDC) શરૂ કરવાનો મહત્વનો નિર્ણય સર્વાનુમતે કરાયો છે. જેમાં દરેક કોલેજ દીઠ એક નોડલ ઓફિસર નિયત કરી તેઓને આ બાબતની તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને અઠવાડિયે 2 કલાક (સેમેસ્ટરમાં 30 કલાકની પ્રવૃત્તિઓ) તાલીમ શિક્ષણ આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનું પ્રમાણ વધશે અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થશે.

આ પણ વાંચો : Saurashtra Folk Music Program : જાણો આજે ક્યાં થયો કરોડોનો વરસાદ, શું છે ડાયરામાં થતાં રૂપિયાના વરસાદની હકીકત

વિનામૂલ્યે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ - વિદ્યાર્થીઓને વિવિધ જગ્યાએ ઉચ્ચ અભ્યાસ તેમજ નોકરી માટે ડિગ્રી સર્ટિફિકેટની તાત્કાલિક જરૂરિયાત રહેતી હોય છે અને આ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ (Saurashtra University Admission) આપવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉ દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં એક જ વાર લેવામાં આવતી હતી. પરંતુ, હવે દરેક સેમેસ્ટરની પરીક્ષા વર્ષમાં બે વાર લેવા નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને એક વખતને બદલે બે વખત પરીક્ષા આપવાની તક મળશે. યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓના માળખામાં પુનઃ વિચારણા કરી કોલેજ ખાતે અલગ-અલગ ફેકલ્ટીની / સેમેસ્ટરની દરરોજ બે પરીક્ષા લેવામાં આવતી હતી. તેના બદલે હવેથી દરરોજ ત્રણ સેશનમાં પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો : યુ.કે.ના ફિલ્મ ફેસ્ટિવલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મની થઇ પસંદગી

પ્રશ્નોનું પણ નિરાકરણ - ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વહીવટી નાના-મોટા (IPDC Course in Gujarat) પ્રશ્નો ધણા છે. હવે આ બાબતે કુલપતિ કોલેજોના અને વિદ્યાર્થી હિતને લગતા પ્રશ્નોનું પણ નિરાકરણ થાય તે માટે હકારાત્મક અભિગમ દાખવે છે કે કેમ તે જોવું રહ્યું. આ ઉપરાંત કોરોના બાદ વિદ્યાર્થીઓમાં અભ્યાસમાં આત્મવિશ્વાસ કેળવવા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ ફરજિયાત લાગુ કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના આચાર્યોની બેઠક કુલપતિ પ્રો. ગિરિશ ભીમાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિવિધ એકેડેમિક, પરીક્ષાલક્ષી તેમજ વિદ્યાર્થીલક્ષી બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.