- રાજકોટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ નિર્માણ દરમિયાન ઉભી થતી અડચણો દૂર કરવા તંત્રની કવાયત
- રન-વે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી
- જૂના હીરાસર ગામનું કરવામાં આવશે સ્થળાંતર
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીનફીલ્ડ એરપોર્ટ માટેની મંજૂરી આપ્યા બાદ હીરાસર ખાતે આ એરપોર્ટના કામ ગત 1 વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં હાલ રન-વે બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ એરપોર્ટ નિર્માણનું કામ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે, ત્યારે હાલ એરપોર્ટ નિર્માણને લઈને હીરાસર ગામનુ પણ સ્થળાંતર કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
ચેકડેમ તોડી પડાશે, પવનચક્કી દૂર કરાશે
રાજકોટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ માટેની જમીન અડધી રાજકોટ જિલ્લામાં અને કેટલીક સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવે છે, ત્યારે એરપોર્ટ નિર્માણ દરમિયાન જમીન પર વચ્ચે આવતા ચેકડેમને પણ દૂર કરવામાં આવશે અને તેની જગ્યાએ અન્ય વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરાવાશે, જ્યારે ચોટીલાના કેટલાક વિસ્તારમાં પવનચક્કીઓ પણ એરપોર્ટ માટે અડચણ રૂપ થતી હોય તેને પણ હટાવવા કામગીરી કરાશે