રાજકોટ: શહેરમાં એક એપાર્ટમેન્ટમાં પાડોશમાં રહેતા એક શખ્સે માત્ર 4 વર્ષની બાળકીને ઢોર માર માર્યો હોવાની ઘટના (Man beaten child in Rajkot) સામે આવી છે. આ શખ્સે લિફ્ટમાં બાળકીને માર માર્યો હતો. આ વિકૃત પાડોશીની સમગ્ર ઘટના લિફ્ટમાં લગાડવામાં આવેલા CCTV કેમેરામાં (CCTV footage of the beating youth exploded) કેદ થઈ છે. આના આધારે બાળકીની માતાએ (Child exploitation in Rajkot ) વિકૃત પાડોશી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો- શિક્ષકનો નાના બાળક પર અત્યાચાર- પગ પકડીને બાલ્કનીમાંથી ઉંધો લટકાવ્યો, પોલીસે કરી ધરપકડ
4 વર્ષની બાળકીને મારવામાં આવ્યો માર
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, શહેરના માધાપર ચોકડી નજીક આવેલા સુંદરમ્ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા રવિ સોની નામના વિકૃત શખ્સે આ જ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના પડોશીની 4 વર્ષની પૂત્રીને માર માર્યો (Man beaten child in Rajkot) હતો. જ્યારે પુત્રી ઘરે જઈને રડવા લાગી ત્યારે તેની માતાએ રડવાનું કારણ પૂછ્યું હતું અને ત્યારબાદ લિફ્ટમાં લગાડવામાં આવેલા CCTV ફૂટેજ ચેક કરતા રવિ સોની પોટનાઈ બાળકીને લિફ્ટમાં બેરહેમીથી માર મારી રહ્યો (Man beaten child in Rajkot) હોવાનું દ્રશ્યમાં જોવા મળ્યું હતું. આને લઈને મહિલા આ CCTV વીડિયો (CCTV footage of the beating youth exploded) લઈને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પહોંચી હતી. આના આધારે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- રાજકોટમાં પતિની વિકૃત હરકતોથી ત્રાસી પત્નીએ પીધું ફિનાઇલ
પોલીસે વિકૃત શખ્સને કાયદાનું ભાન કરાવ્યું
ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી વિડીયોના (CCTV footage of the beating youth exploded) આધારે રવિ સોની નામના શખ્સની ધરપકડ કરી હતી. ત્યારબાદ શખ્સને પોલીસની ભાષામાં કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રવિ સોનીનો પૂત્ર પોતાની પાડોશીની પુત્રી એક જ શાળામાં અભ્યાસ કરતા હતા અને જેના કારણે અવારનવાર તે પોતાના પુત્ર અને પાડોશીની પુત્રીને શાળાએથી લેવા મૂકવા જતો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી.