રાજકોટઃ સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન (SOMA) દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સારો વરસાદ થયો છે. જેને લઇને આગામી દિવસોમાં મગફળીનું વિક્રમી વાવેતર થયું છે. તેમ જ ઉત્પાદન પણ સારું થવાની ખૂબ જ શક્યતા રહેલી છે.

જેને લઇને ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલી મગફળીના સારા ભાવ મળી રહે તેમ જ મગફળીનો યોગ્ય નિકાલ થાય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે પત્રમાં રજૂઆત સાથે ગુજરાત સરકાર પાસે SOMA દ્વારા કેટલીક માગ કરવામાં આવી છે. તેમ જ આગામી દિવસોમાં સીંગતેલનો વપરાશ વધે તે માટે પણ સરકાર પ્રયત્નો કરે તેવી મુખ્ય રજૂઆત પણ પત્રમાં કરવામાં આવી છે.
સોમાએ લખેલા પત્રમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયાને સરકારને માટે ઝંઝટરુપ જણાવી તેમાંથી મુક્તિ મેળવવા માટે પણ રસ્તો દર્શાવવામાં આવ્યો છે. સાથે જ અન્ય કેટલાક સૂચનો પણ કર્યાં છે કે જેનાથી ખેડૂતો અને સરકારને ખરીદવેચાણમાં સરળતા બની રહે.