રાજકોટ: જેતપુરના લોકોનું કરોડોનું કરી નાખનારો કિશોર ઠુંમર ગત 20 વર્ષથી લોકોના પૈસે લીલા લહેર કરતો હતો. તેનો મુખ્ય ધંધો જ લોકોના પૈસા મોજ કરવાનો હતો. આરોપીએ અંદાજે 20 વર્ષ પહેલા જેતપુરમાં દીપ ગ્રુપના નામે વિવિધ ઈનામ અને રોકેલા પૈસાનું વધુ વળતર આપવાની યોજના સાથે દીપ ગ્રુપ નામની દુકાન શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી કિશોરે લોકોને આકર્ષવાનું શરૂ કર્યું હતું.
કિશોર ઠુંમર, યશ ટાંક અને તેના સાગરીતે લોકોને લોભામણી જાહેરાત આપીને સ્કીમના નામે પૈસા ઉઘરાવું શરૂં હતું. આરોપીની સ્કીમ મુજબ શરૂ થયેલ સ્કીમ 50 મહિના કે તેના નિયત સમય મુજબ ચાલુ રાખવાની હતી અને તેમાં મેમ્બરે દર મહિને 1000 રૂપિયા કે 1500 રૂપિયા ભરવા પડતા હતા. આ સ્કીમમાં કુલ 3,000 જેટલા મેમ્બરો હતા. આ ગૃપનો સંચાલક કિશોર ઠુંમર અને તેના સાગરીત યશ ટાંક જેતપુરના 3000 લોકોના 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઇ ગયા હતા. જે અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઠગ કિશોર ઠુંમર અને તેના 2 સાગરીતોની જેતપુર સીટી પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત વધુ તપાસ કરવા માટે તમામ આરોપીને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.