રાજકોટ - જિલ્લાના જેતપુરમાં ગુજરાતીની વાડી વિસ્તારમાં આજે સવારનાં છરીથી ગળું કાપી પૂર્વ પતિએ મહિલાની હત્યા કરી (Ex-husband kills woman)નાખતા શહેરભરમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ શહેર પોલીસ સ્ટેશનના જ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. તેમજ મરનાર મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ(Local Government Hospital Rajkot)માં ખસેડવામાં આવી હતી. આ અંગે મળતી સિલસિલાબંધ વિગતો એવા પ્રકારની છે કે, જેતપુરનાં ગુજરાતી વાડી વિસ્તારમાં કાઠી શાંતુભાઈ કહોર અને તેમના પત્ની પ્રસન્નબેન બંને બાળકો સાથે રહેતા હતા. તે દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ (Disagreement between husband and wife)થતાં 4 માસ પહેલા બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. તેઓ ગુજરાતી વાડી વિસ્તારમાં જ બંને આમને સામને મકાનમાં રહે છે.
આ પણ વાંચો: Murder case in Jamnagar: જામનગરમાં સાળી પર કરેલા હુમલાનો બનાવ હત્યામાં ફેરવાયો
અન્ય એક આરોપી આ ઘટના બાદ બાઈક લઇ ફરાર થઇ ગયો - આજે સવારનાં શાંતુભાઈ કહોરે અન્ય એક કાઠી શખ્સ સાથે તેમના પૂર્વ પત્ની પ્રસન્નબેનના ઘરે દોડી જઇ પ્રસન્નબેન કઇ સમજે તે પહેલા જ તેમનું ગળું છરીથી કાપી નાખતા તેમનું ઘટનાસ્થળે જ ઢીમ ઢળી હતી. તે દરમિયાન આ ઘટનાને પગલે શોરબકોર થતાં આસપાસના રહેવાસીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન, પ્રસન્નબેનના પૂર્વ પતિ શાંતુભાઈ કહોર અને તેની સાથેનો અન્ય એક આરોપી આ ઘટના બાદ બાઈક લઇ ફરાર થઇ ગયા હતા. આજે સવારનાં જ ગુજરાતી વાડી વિસ્તારમાં આ હત્યાની ઘટના ઘટતાં શહેરભરમાં આવી હતી. ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો: Murder In Valsad: ગુટકા લેવાં જવાનું ના કહેતા યુવતીની હત્યા, મંગેતર સહિત 3ની ધરપકડ
આસપાસના રહીશો દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવેલ હતો - આ ઘટનામાં હત્યારા પૂર્વ પતિ અને તેની સાથેનાં અન્ય એક આરોપી કે જે ઘટના બાદ તુરંત ફરાર થઇ ગયેલ તેને દબોચી લેવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ હત્યાની ઘટનામાં આસપાસના રહીશો દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવેલ હતો પણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર નહીં આવતાં અંતે પાલિકાના ફાયર બ્રિગેડને(Municipal fire brigade) ફોનકરી પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવવામાં આ ઘટનામાં મરનાર મહિલાને તાબડતોબ સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ મહિલાએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હોય પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.