ETV Bharat / city

જેતલસર હત્યાકાંડના પડઘા સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યા છે: સી.આર.પાટીલ - ગુજરાત સમાચાર

જેતપુર તાલુકાના જેતલસર ગામમાં થોડા દિવસો અગાઉ એક સગીરાની કારપીણ હત્યા થઈ હતી. જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા હત્યા પામનારી દીકરીના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને સરકાર અને પોલીસ આ મામલે ઉચિત અને કડક કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું.

જેતલસર હત્યાકાંડના પડઘા સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યા છે: સી.આર.પાટીલ

author img

By

Published : Mar 22, 2021, 6:56 PM IST

  • સી.આર.પાટીલે કહ્યું, ગામમાં ભયનું વાતાવરણ દૂર કરવા સરકાર કટિબદ્ધ છે
  • આવા બનાવો બને તો તેને કડક હાથે ડામી દેવા જોઈએ: સી આર પાટીલ
  • સી.આર.પાટીલે મૃતકના પરિવારની મુલાકાત લઈને આપી શાંત્વના

રાજકોટ: જિલ્લાના જેતલસર ગામમાં થોડા દિવસ અગાઉ સગીરાને છરીના 28 જેટલા ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યાના આરોપી વિજય સરવૈયા દ્વારા તરુણીને લગ્ન કરવાનું કહેતાં તરુણીએ ના પાડી હતી. જેને લઇને ઉશ્કેરાયેલા જયેશ સરવૈયાએ સગીરાની હત્યા કરી હતી. આ ઘટનાને લઈને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભોગ બનનારી મૃતક તરુણીના પરિવારને શાંત્વના આપવા માટે જેતપુરના જેતલસર ગામે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સહિત ભાજપના અન્ય નેતાઓ સાથે આવી પહોંચ્યા હતા.

જેતલસર હત્યાકાંડના પડઘા સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યા છે: સી.આર.પાટીલ

આ પણ વાંચો: જેતલસરમાં સગીરાની હત્યા કરનારા યુવકને સજા કરવા MLA લલિત વસોયાની માગ

ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે આ કેસ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે, આ ગામમાંથી ભય દૂર કરવામાં આવશે. ઉપરાંત આ પહેલા પણ રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા પણ પીડિત પરિવારની મુલાકાત કરવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપીને કડક સજા મળે તેમ જ ઝડપી ન્યાય મળે તે માટે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.