- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં દિવ્યાંગ યુવકે આપી પરીક્ષા
- જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ હોવા છતાં યુવકે હાર ન માની
- દિવ્યાંગ યુવકે હાલમાં જ Ty BAની પરીક્ષા આપી લોકોને પ્રેરણા પૂરી પાડી
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ યોજાઈ રહી છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન એક દિવ્યાંગ યુવક સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત (Inspiration) બન્યો છે. ઉત્તમ મારુ નામ દિવ્યાંગ યુવકને (Divyang Youth Uttam Maru) જન્મથી જ દ્રષ્ટિહીન (visually impaired), નાક, તાળવું, હોઠ નથી. જ્યારે આ યુવાનની અત્યાર સુધીમા 10 જેટલી વિવિધ સર્જરી કરવામાં આવી છે. તેમ છતાં દિવ્યાંગ યુવક હિંમત હાર્યા વગર હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષાઓ આપવા માટે આવી રહ્યો છે. તાજેતરમાં ઉત્તમની (Divyang Youth Uttam Maru)સર્જરી કરવામાં આવી છે. ત્યારે તેને યુરિન માટેની કોથળી લગાડવામાં આવી છે છતાં પણ તે હિંમત હાર્યા વગર તે TYBAની પરીક્ષા આપી રહ્યો છે. જે તમામ પરિક્ષાર્થીઓએ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.
આ પણ વાંચો- Baalveer: રાજકોટના મંત્રએ સ્વિમિંગમાં દેશનું નામ રોશન કર્યું
મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ.માં અભ્યાસ
ઉત્તમ મારુ (Divyang Youth Uttam Maru) હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) ટીવાય બી.એ. (TyBA) સેમેસ્ટર 5ની પરીક્ષા આપી રહ્યો છે. તે યુનિવર્સિટીમાં સંસ્કૃત મુખ્ય વિષય સાથે BA કરી રહ્યો છે. ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા વિવિધ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાઓની તારીખ જાહેર થઈ તે દરમિયાન જ ઉત્તમની સર્જરી કરવામાં આવી હતી. તેમ છતાં ઉત્તમે હિંમત હાર્યા વગર પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને હાલ તે પોતાના શરીર સાથે લાગેલી યુરિનની કોથળી TY BAની સેમેસ્ટર 5ની પરીક્ષા જસાણી કોલેજમાં આવી રહ્યો છે. જેને બિરદાવવા માટે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) ઉપકુલપતિ વિજય દેસાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
જન્મ્યો ત્યારથી જ સંસ્કૃત સાંભળ્યું હતું: ઉત્તમ મારુ
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની (Saurashtra University)પરીક્ષા આપવા આવી રહેલા ઉત્તમ મારુએ (Divyang Youth Uttam Maru) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનો જન્મ થયો ત્યારથી જ સંસ્કૃતના વિવિધ શ્લોક સહિતના ધાર્મિક પુસ્તકો સંભળાવવામાં આવતા હતા. જેને લઈને તેમને ભવિષ્યમાં સંસ્કૃત વિષય પર જ ગ્રેજ્યુએટ થવાનું નક્કી કર્યું અને આ જ વિષયમાં હાલ તેઓ અભ્યાસ કરી રહ્યા છે. ટીવાય બી.એ. (TyBA)માં ઉત્તમ મુખ્ય વિષય સંસ્કૃતની 5 સેમેસ્ટરની પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં ઉત્તમ મારુની 10 જેટલી વિવિધ સર્જરી કરવામાં આવી છે. તેને જન્મથી જ આંખ, નાક, હોઠ, તાળવું નથી છતાં પણ તેઓ પોતાના મનોબળ સાથે પરીક્ષા આપી રહ્યા છે.
આ પણ વાંચો- શ્રમજીવી બાળકોના સપના થશે સાકાર, આણંદના પ્રોફેસર બન્યા પ્રેરણાસ્ત્રોત
શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક સહિતની વસ્તુઓ કંઠસ્થ
ઉત્તમ મારું જ્યારે જન્મ્યા ત્યારથી જ ઘરમાં પરિવારના સભ્યો દ્વારા સંસ્કૃતના વિવિધ શ્લોકો તેમને સંભળાવતા હતા. આને લઈને તેમને સંસ્કૃત પ્રત્યેની રૂચિ જાગી હતી. ત્યારે અત્યાર સુધીમાં ઉત્તમે સાંભળી સાંભળીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના 700 શ્લોક, 11 ઉપનિષદ, પતંજલિ યોગસૂત્ર, નારદ ભક્તિસૂત્ર, પાણીનિના અષ્ટાઅધ્યાય સહિત અનેક ભજનો અને ગીતો કંઠસ્થ છે. જ્યારે ઉત્તમને બાળકોને અપાતા દેશના સર્વોચ્ચ અવૉર્ડ ‘બાલશ્રી અવૉર્ડ’ સહિત અનેક પુરસ્કારો હાંસિલ કર્યા છે.