ETV Bharat / city

Rajkot Firing Case: રાજકોટમાં જમીનના મામલે વકીલે જ બંદૂક ઉપાડી, કર્યું ફાયરિંગ - Rajkot crime news

રાજકોટ શહેરના રૈયા વિસ્તારમાં એક વકીલે જમીન મામલે પોતાની 12 બોરની બંદૂકમાંથી ફાયરિંગ (Rajkot Firing Case) કર્યું છે. જ્યારે ઘટનામાં ડાયા ભરવાડ નામના વ્યક્તિને ઇજા પહોંચી છે. હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.

Rajkot Firing Case: રાજકોટમાં જમીનના મામલે વકીલે જ બંદૂક ઉપાડી, કર્યું ફાયરિંગ

author img

By

Published : Mar 7, 2022, 11:28 AM IST

રાજકોટ: રંગીલા રાજકોટમાં ફાયરિંગની ઘટના (Rajkot Firing Case) સામે આવી છે. જેમાં શહેરના રૈયા વિસ્તારમાં એક વકીલે જમીન મામલે પોતાની 12 બોરની બંદૂકમાંથી ફાયરિંગ કર્યું છે. જ્યારે ઘટનામાં ડાયા ભરવાડ નામના વ્યક્તિને ઇજા પહોંચી છે. હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ (Rajkot crime branch investigation) શરૂ કરાઇ છે.

જમીન મામલે કરવામાં આવ્યું ફાયરિંગ

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં ડાયા ભાઈ ભરવાડ નામની વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. જ્યારે ફાયરિંગ કરનાર વકીલ (Rajkot Advocate firing) ઓમ પ્રકાશ માકડિયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક ટપાસમાં સામે આવ્યું છે કે, વકીલની જમીન પર મંજૂરી વગર અવાર-નવાર ડાયાભાઈ નામનો શખ્સ પ્રવેશ કર્યો હતો. જ્યારે આજે તે ફરી આ જગ્યા પર પાણી ભરવા આવતા-આવતા ચોકીદાર સાથે માથાકૂટ કરતા મામલો ઉગ્ર બન્યો હતો, ત્યારબાદ વકીલે ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો: પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસમાંથી મળી લાશ

ફાયરિંગની ઘટનાથી ભયનો માહોલ

જમીનના ડખ્ખા મામલે વકીલ ઓમ પ્રકાશ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યો હતો અને પોતાના લાઇસન્સ વાળા 12 બોરના બંદૂકમાંથી ડાયાભાઇ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ડાયા ભરવાડને ઇજા પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કરનાર વકીલની અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Punjab Assembly Election: પરિણામો પહેલા જ ધારાસભ્યોને બચાવવાની રેસ, જાણો કોની રણનીતિ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.