ETV Bharat / city

રાજકોટમાં ઈમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ કરતા રેગ્યુલર મીઠાઈનો ક્રેઝ વધુ જોવા મળ્યો - Immunity booster dessert

હિંદુ ધર્મના લોકો માટે દિવાળીનો તહેવાર એ મુખ્ય તહેવાર ગણાય છે. શુક્રવારથી દેશમાં વિધિવત રીતે દિવાળીના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં પણ લોકો કોરોનાની મહામારી વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવતા જોવા મળી રહ્યા છે. દિવાળી દરમિયાન લોકો મુખ્યત્વે સોના-ચાંદીના આભૂષણો, નવા કપડા તેમજ મીઠાઈની ખરીદી કરતા હોય છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીની મીઠાઈના ધંધા ઉપર પણ અસર જોવા મળી છે.

ઇમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ કરતા રેગ્યુલર મીઠાઈનો વધુ ક્રેઝ જોવા મળ્યો

author img

By

Published : Nov 13, 2020, 8:13 PM IST

  • દિવાળીના તહેવારને લઈ લોકો મીઠાઈની ખરીદી માટે ઉમટ્યા
  • રેગ્યુલર મીઠાઈની માગ વધી
  • દિવાળીમાં સોના-ચાંદીના આભૂષણો, મીઠાઈ સહિતની લોકો કરે છે ખરીદી

રાજકોટઃ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા શિવ શક્તિ ડેરી ફાર્મના માલિક જગદીશ પટેલે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળી આવતાં એવું લાગ્યું હતું કે આ વર્ષે મીઠાઇનું વેચાણ જોઈએ એટલા પ્રમાણમાં થશે નહીં. પરંતુ દિવાળીના ચાર દિવસ બાકી છે, ત્યારે હાલ ગ્રાહકો મોટી સંખ્યામાં મીઠાઈ લેવા માટે ઉમટી પડ્યા છે. જો કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાઈના વેપારમાં પણ મંદીનો માહોલ છવાયો છે. જો કે, છેલ્લા ત્રણ-ચાર દિવસમાં મીઠાઈનું વહેંચાણ જોઇને એવું લાગી રહ્યું છે કે ચાલુ વર્ષે મીઠાઈના વેપારીઓની દિવાળી સારી જશે.

ઇમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ કરતા રેગ્યુલર મીઠાઈનો વધુ ક્રેઝ જોવા મળ્યો
ઇમ્યુનિટી બૂસ્ટર મીઠાઈ કરતા રેગ્યુલર મીઠાઈનો વધુ ક્રેઝ જોવા મળ્યો

ચાલુ વર્ષે મીઠાઇના ભાવમાં કોઈ ફેરફાર નહીં

કોરોનાની મહામારીને લઈને મોટાભાગના વેપારીઓને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે દિવાળીનો તહેવાર આવતા લગભગ તમામ ધંધામાં હાલ ગતિ જોવા મળી રહી છે. જેને લઇને ચાલુ વર્ષે મીઠાઈના વેપારીઓએ પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ભાવમાં વધારો કર્યો નથી. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મીઠાઈના ભાવ હતા એ પ્રમાણે યથાવત્ રાખવામાં આવ્યા છે. જેને લઇને ગ્રાહકોને કોરોનાની મહામારીમાં રાહત થાય તે માટે મીઠાઇના ભાવમાં ચાલુ વર્ષે કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. જ્યારે લોકો પણ કોરોનાની મહામારી વચ્ચે મીઠાઇ ખરીદવાનું હાલ પસંદ કરી રહ્યા છે.

ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈની ખરીદીમાં ગ્રાહકનો પ્રતિસાદ ઓછો જોવા મળ્યો

શિવ શક્તિ ડેરી ફાર્મના માલિકે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન અમે ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ પણ બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ ગ્રાહકનો પ્રતિસાદ ઓછો જોવા મળ્યો હતો. કારણકે કોરોનાની મહામારી દરમિયાન મોટાભાગના લોકો ઘરની વસ્તુ જ ખાવાનું પસંદ કરતા હોય છે. જ્યારે હાલ દિવાળી સમયે રેગ્યુલર મીઠાઈનો ક્રેઝ પણ વધુ પ્રમાણમાં ગ્રાહકોમાં જોવા મળી રહ્યો છે. જેથી ચાલુ વર્ષે નવી નવી મીઠાઈઓ પણ બજારમાં મૂકી છે, જેનો લાભ ગ્રાહકો મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.