- હું છું રાજકોટનો વૉર્ડ નંબર 2
- મારા વૉર્ડમાં કુલ 55 હજારથી વધુ મતદારો છે
- મને ભાજપનો ગઢ માનવામાં આવે છે
રાજકોટ : હું RMC એટલે કે રાજકોટ કોર્પોરેશનનો વૉર્ડ નંબર -2 બોલું છું. મારો અમુક વિસ્તારમાં પછાતમાં આવે છે. મારા વિસ્તારમાં ઝુપડપટ્ટીનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે મારા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીની સમસ્યા ઉડીને આંખે વળગી રહી છે. મારા વોર્ડમાં સ્થાનિકોમાં કોર્પોરેટર્સ પ્રત્યેનો પણ અસંતોષ છલકાઇ રહ્યો છે.
મારો વિસ્તાર
મારા વૉર્ડમાં આ વર્ષે અંદાજીત 55,109 મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 27,740 અને મહિલા મતદારોની સંખ્યા 27,369 છે. મારા વૉર્ડમાં જંક્શન વિસ્તારનો અમુક ભાગ, ભોમેશ્વર, રેસકોર્સનો એરપોર્ટ રોડ સહિતના મહત્વના વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે અમુક વિસ્તારોમાં વર્ષો જૂની ઝુપડપટ્ટી પણ છે.
મારી ગણના ભાજપના ગઢ તરીકે થાય છે
મને ભાજપનો ગઢ માનવામાં આવે છે. જેમાં ગત ટર્મમાં જયમીન ઠાકર, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતા શાહ, મનિષ રાડીયા અને સોફિયાનો સમાવેશ થાય છે. જોકે, આ ચારેય કોર્પોરેટર ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા છે. જે કારણે મને ભાજપનો ગઢ માનવામાં આવે છે.